September 7, 2024

નંદેલાવ ના તળાવ ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

Share to

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, નંદેલાવ ગ્રામ પંચાયત અને ભરૂચ વન વિભાગ ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ નું આયોજન નંદેલાવ ગામ ખાતે કરવામાં આવ્યું હતું. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સક્રિય સભ્ય અને નંદેલાવ ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ પ્રકાશભાઈ મેકવાન અને પી.આર.ઓ. જગદીશ સેડાલાના પ્રયાસથી પર્યાવરણ જાળવણીના હેતુ થી ભરૂચ તાલુકાના નંદેલાવ ગ્રામ પંચાયત પાસેના આવેલ તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન ભરૃચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ની અધ્યક્ષતા માં કરવામાં આવ્યું હતું .

વૃક્ષારોપણ કાર્યક્રમમાં નંદેલાવ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશભાઇ મેકવાન, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકાબેન, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ઇન્દ્રજીત વાંછની, પૂર્વ સરપંચ રતિલાલ ભાઈ ચૌહાણ, રહાડપોર ના આગેવાન ફરીદ પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો, ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ જયશીલભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો-સભ્યો સામાજિક આગેવાનો વન વિભાગના અધિકારી ગોહિલ, વન વિભાગ કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી ગામ તળાવ ની પાળે વૃક્ષા રોપણ કરી તેની જાળવણી માટે ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.


Share to

You may have missed