October 18, 2024

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જિલ્લા ના પત્રકાર પરિવારો માટે મેડિકલ કેમ્પ યોજાયો..

Share to

સમયસર નું ચેક અપ જીવનને સુરક્ષિત કરે છે: ડૉ. કેતન દોશીભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા પત્રકાર પરિવારો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.ભરૂચ ની એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટર માં યોજાયેલ કેમ્પમાં ૮૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.છેલ્લા કેટલાક સમય થી હૃદય રોગ ના કેસો માં સતત વધારો થઈ રહ્યો છે.અને એમાં પણ પત્રકાર સંઘ ના ભૂતપૂર્વ પ્રમુખ જગદીશભાઈ પરમાર નું હૃદય રોગ ના હુમલા થી મોત નિપજ્યુ હતુ.જેને પગલે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સતત ફિલ્ડ માં કામ કરતા પત્રકારો ની ચિંતા સતાવતી હતી.જેને ધ્યાને લઇ એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટર ના સહયોગ થી ફ્રી મેડિકલ ચેકઅપ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ફ્રી કન્સલટેશન,ઈ.સી.જી, લિપિડ પ્રોફાઈલ, આર.બી.એસ તેમજ જરૂરિયાત જણાય તો ઈકો હૃદયની સોનોગ્રાફી કરી આપવામા આવી હતી.

આ ફ્રી મેડિકલ ચેક અપ કેમ્પ માં જિલ્લા અને શહેર ના પત્રકારો અને તેમના પરિવાર ના ૮૦ જેટલા સભ્યો એ લાભ લીધો હતો. આ પ્રસંગે ડૉ. કેતન દોશી દ્વારા હૃદય રોગ ના આવતા હુમલા વિશે વિશેષ સમજ આપવામાં આવી હતી.સાથે તેના થી બચવા માટે લેવી પડતી સાવચેતી થી અવગત કરતા કહ્યું હતું કે સમયસર નું ચેક અપ જીવનને સુરક્ષિત કરે છે.તેમણે સક્રિય પત્રકાર સંઘ ના સભ્યો અને પરિવારજનો માટે મેડિકલ ટ્રીટમેન્ટ અને ઓપરેશન માં ૨૦% ડિસ્કાઉન્ટ આપવાની પણ આ તબક્કે જાહેરાત કરી હતી. ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા આભાર પત્ર તેમજ સ્મૃતિચિન્હ ડૉ. કેતન દોશી ને અર્પણ કરવામાં આવ્યું હતુ.મેડિકલ કેમ્પમાં ઓર્થોપેડિક ડોકટર સુનિલ નાગરાણી અને સ્ટાફ ના લોકોએ ખડેપગે સેવાઓ આપી હતી.કેમ્પ માં ભરૃચ સક્રિય પત્રકાર સંઘ ના પ્રમુખ જયશીલ પટેલ, ઉપપ્રમુખ નિલેશભાઈ ટેલર, પ્રોજેકટ ચેરમેન હરેશ પુરોહિત, સચિન પટેલ સહિત પત્રકારોના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મહેન્દ્ર વાછાણી એ કર્યું હતુ. જ્યારે આભાર વિધિ કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડીયા દ્વારા કરવામાં આવી હતી..


Share to

You may have missed