છોટાઉદેપુર જીલ્લાના બોડેલી તાલુકાના સુર્યધોડા ગામ જતા એક નાનું ગામ આવે છે. તોતરમાતા ગામ. આહિના ૩૦
વર્ષીય વિશાલ પટેલ ડીપ્લોમા એન્જીનીયર અને તેમના પત્ની મનીષા પટેલ, થ્રુ આઉટ ઈંગ્લીશ મીડીયમ ગ્રેજ્યુએટ. વિશાલ
કોમ્પયુટરની જોબ માટે સિંગાપોર પણ જઈ આવ્યા અને અમેરિકામાં સગા વહાલા હોવાથી ત્યાં જવાનો પણ ચાન્સ છે તેમ છતાં
નોકરી છોડી દીધી અને આપણા વારસાને જીવંત રાખવા આપણી પરમ્પરાગત ઔષધીય જ્ઞાનને ટકાવી રાખવા માટે પ્રયત્નો શરુ
કર્યા છે. શરૂઆત એકલાએ કરી પણ આગળ જતા તેમના ધર્મ પત્ની જાગૃતિ અભિયાનમાં જોડાઈ ગયા. બંનેએ પોતાના પૂર્વજોની
જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાનું શરુ કર્યું અને કઈક અલગ કરવા માંગતા હતા માટે તેઓએ જમીનમાં એક ટીપું પણ રાસાયણિક
ખાતર ન લાગે તેવી કાળજી રાખીને કામ શરુ કર્યું.
વિશાલભાઈના પિતાજી પરંપરાગત ખેડૂત. તેમને પગના દુ:ખાવો ખુબ થતો હતો. લાકડીના ટેકા વગર ચાલી ના શકે અને
રાત્રે ઉભું થવામાં પણ તકલીફ થાય, કોઈની મદદ લેવી પડે. તેવામાં તેમને કોઈએ સરગવાના પાનનો પાઉડર લેવાનું કીધું. હવે
સરગવાના વૃક્ષ તેમના ખેતરમાં જ હતા. પિતા-પુત્રએ આ પ્રયોગ કરવા રોજ આ પાઉડર બનવાનું શરુ કર્યું. પાઉડર બનાવતા ગયા
અને આજુબાજુ- પડોશીઓને, ઓળખીતા લોકોને આપવા માંડ્યા. વિશાલભાઈએ આ દરેક તબક્કે ખુબ જ ચોકસાઈ રાખી, કોઈ
મિલાવટ નહી, પાન તોડ્યા પછી ડાયરેક્ટ સન લાઈટ ન લાગે, પાઉડર બનાવવા માટે મિક્ક્ષ્ચરનો જાર ગરમ ન થાય, ધૂળ-કચરો ન
લાગે, પાન ને બરાબર સાફ કરી ને જ પ્રોસેસ કરવી. ઝાડ માંથી પાન પોતે રોજ તોડવા માટે જાય. ૬-૮ ફૂટ ઉચા આ સરગવાના
ઝાડમાંથી ૨-૨ ફૂટ ઉપર-નીચેથી પાન નહિ તોડવાના, કેમ કે ઉપર કુમળા પાન હોય અને નીચે પીળા પડી ગયેલા પાન
હોય.જેમાંથી પુરતો ફાઈબર ન મળી શકે તેવું તેમનું કહેવું છે. તેમના ખેતરમાં રાસાયણિક ખાતર ઉપયોગ કરતા જ ન હતા અને
આત્મા પ્રોજેક્ટ ના સંપર્કમાં આવી તેવો જીવાશ્મ, બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર જેવા કુદરતી મિશ્રણ બનાવતા શીખી ને ઉપયોગમાં લેવા
લાગ્યા. ત્યારબાદ ફક્ત સરગવાના પાનના પાઉડર પર જ ફોકસ કરવા માટે તેઓ આ કુદરતી ખાતરો બહારથી લાવીને ઉપયોગ કરે
છે.
ધીરે ધીરે આ દંપતીએ હવે સરગવાના પાનનો પાઉડર બનાવવા માટે કૃતનીશ્ચયી બની ગયા. બારીકાઈથી અને ચીવટપૂર્વક
કામ કરવા લાગ્યા અને લોકોને, વિડીયો, સોસીયલ મીડિયા, પેમ્ફલેટ અને વાતચીત દ્વારા આ કુદરતી ખજાનો વાપરવા માટે પ્રચાર
કરવા લાગ્યા. તેમને પોતાનું નાના પાયા પર પ્રોડક્ટશન ઉભું કર્યું, વિપુલભાઈ કહે છે કે અમેરિકામાં આ પ્રોડક્ટની ખુબ ડીમાંડ છે
ત્યાં લોકો આને મોરીન્ગા એલીફીરા પાઉડર તરીકે ઓળખે છે. તેમણે તેમના ખેતરમાં ૬ થી ૭ હજાર સરગવાના છોડ ઉછેર્યા છે.
આ પહેલા તેમણે અન્ય રાજ્યમાં એકી સાથે દોઢ લાખ રોપા પણ બનાવીને આપ્યા હતા. તેઓ હવે કવોન્ટિટી નહીં, કવાલીટી પર
ધ્યાન આપે છે. ભવિષ્યમાં સરગવાની શીન્ગ માંથી પાઉડર, અને બીજ માંથી ઓઈલ બનાવવા માંગે છે. આ ઓઈલને ટુથપેસ્ટ,
બોડી મસાજ, સાબુ, એનર્જીબાર, ન્યુટ્રીશન ટેબ્લેટ વગેરે ચીજ વસ્તુઓ બનાવવામાં ઉપયોગમાં લેવા માંગે છે. તેમનો આશય અને
કોન્સેપ્ટ બંને સ્પષ્ટ છે. તેઓ વધુ વાત કહે છે કે કોઈ પણ ઉમરનો માણસ, બીમાર, સાજો, મેદસ્વી, પાતળો, સગર્ભા બહેનો,
બાળકો કોઈ પણ આ પાઉડર ખાઈ શકે છે. તેમનું કહેવું છે કે કેટલાક તાલુકાઓમાં આંગણવાડીમાં બાળકોને અને સગર્ભા બહેનોને
આ પાઉડર નિયમિત આપવામાં આવે છે. રોટલીમાં, ચામાં, દાળ-શાકમાં, ભજીયામાં, શરબતમાં વગેરે જેવા વ્યંજનોમાં આ પાઉડર
ઉમેરી શકાય છે. અને હા તેમના માતા-પિતા બંને આજે આશરે ૭૦ વર્ષની ઉમરના છે. આ પાઉડરથી તેમના પગ, સ્નાયુ, સાંધા
અને કમર દુ:ખાવો બંધ થઈ ગયો છે, ઉપરાંત બ્લડપ્રેશર વગેરે કંટ્રોલમાં રહે છે. તેઓ કહે છે કે હું ફક્ત હેલ્થ માટે પ્રચાર કરીને
લોકોને સારી ચોખ્ખી વસ્તુઓ આપીને આત્મનિર્ભર બનવા માંગું છું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો