November 21, 2024

નેત્રંગમાં નારી ગૌરવ દિવસની શાનદાર ઉજવણી.મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૩૫ સખી મંડળોને વ્યાજ વિનાની લોન અપાઈ ;

Share to



* ગુજરાત મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયાએ માર્ગદર્શન આપ્યું.

તા.૦૪-૦૮-૨૦૨૧ નેત્રંગ.

ભરૂચ જીલ્લાના આદિવાસીઓ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકા મથકના સ્વામીનારાયણ મંદિરના ભવનમાં નારી ગૌરવ દિવસની ઉજવણી ગુજરાત મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંટોલીયા અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં નવ સખી મંડળની બહેનોને એક-એક લાખ રૂપિયાના ચેક અને
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત ૩૫ સખી મંડળોને લોન મંજુરીપત્ર આપવામાં આવ્યા હતા.જેમાં ગુજરાત મહિલા આયોગના લીલાબેન અંટોલીયાએ જણાવ્યું હતું કે,સખીમંડળની મહિલાઓને સ્વય લાભાન્વિત થઈ,છેવાડાની નારીઓ, અને જરૂરિયાતમંદોને પણ જાગૃત થવું જોઈએ.સમાજના વિકાસ માટે નારીનુ સન્માન જળવાય આવશ્યક છે.વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએમહિલા વિકાસ વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.જે દરમ્યાન મૌઝા જી.પંચાયત
સભ્પ રાયસિંગ વસાવા,નેત્રંગ તા.પંચાયત પ્રમુખ લીલાબેન વસાવા વંદન વસાવા, નેત્રંગ તા.ભાજપ પ્રમુખ મનસુખ વસાવા મહામંત્રી હાદિઁકસિંહ વાંસદીયા,પ્રકાશ ગામિત અને મોટીસંખ્યામાં મહિલો જોડાઈ હતી.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ,


Share to

You may have missed