November 22, 2024

ઝગડીયા તાલુકાના ખડોલી પાસે રેતી ભરેલ ટ્રક પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો..

Share to

આજરોજ ઝગડીયા તાલુકાના રાજપારડી ખાતે થી રેતી ના સ્ટોક ઉપર થી રેતી ભરેલ એક ટ્રક નંબર GJ-13 -AT -1881 ખડોલી પાસેથી પસાર થઈ રહ્યું હતું તે સમયે ટ્રક નું ટાયર ખાડા મા ખોટકાતા ડ્રાઈવર દ્વારા સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા ટ્રક રોડ ની મધ્ય મા બનાવેલ ડિવાઇડર ઉપર ચડી જતા પલ્ટી ખાય ગઈ હતી..આ અકસ્માત મા ડ્રાઈવર ને પગ ના ભાગે નાની મોટી ઈજાઓ થવા પામી હતી સદનસીબે મોટી જાનહાની ના થતા લોકો એ હાસ્કારો અનુભવ્યો હતો...

રેતી ભરેલ ટ્રક ખાડા મા પડતા ટ્રક પલ્ટી ખાતા ટ્રક મા ભરેલ રેતી રોડ ઉપર વિખારાઈ જવા પામી હતી અને ટ્રક ના વીલ સહિત આગળ નો ભાગ ક્ષતિગ્રસ્ત થતા અનેક સ્પેરપાર્ટ તૂટી ગયા હતા ટ્રક માલિક ના જણાવ્યા અનુસાર અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા મુખ્ય માર્ગ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે જેથી ભારદારી વાહનો સહિત અન્ય વાહનો ને નુકશાન પોહચી રહ્યું છે તંત્ર દ્વારા ચોમાસા અગાઉ ખાડા પુરવામાં નથી આવતા જેને લઈ આવા અકસ્માતો થાય છે અને આમ લોકો ને નુકસાની વેઠવાનો વારો આવે છે…

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર થી ઉમલ્લા ના તવડી સુધી ના માર્ગ નું કોન્ટ્રાકટર દ્વારા સમારકામ ન થતા રોડ મા મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો ને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે ઉનાળા દરમિયાન જે પ્રકારે રોડ ના પેચિંગ વર્ક સહીત ની કામગીરી કરવાની હોઈ છે પરંતું કો્ટ્રાકટર દ્વારા જેતે સમયે ના કરવામાં આવતા હાલ ચાલુ વરસાદ મા આ કામગીરીઓ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે તો શુ આ બાબતે જેતે રોડ મા વાપરવામાં આવતું મટીરીયલ ની ગુણવત્તા કેટલી? અને આ મટીરીયલ કેટલો ટાઈમ ટકશે ?તે એક પ્રશ્ન? અને એટલો સમય વીતવા છતાં કેમ વરસાદ ના ટાણે આ કામગીરી કરવામાં આવી રહી છે? ત્યારે આ હાલતો ટ્રક માલિક ને અકસ્માત થતા નુકસાન વેઠવાનો વારો આવતા તંત્ર ને સારો રોડ બનાવામાં આવે તેવી માંગ કરાઈ હતી…


Share to