- કોમી એખલાસ વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય
ભરૂચ શહેરના ફૂર્જા અને ઇસ્કોન મંદિર સહીત આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી ઉડીયા સમાજ દ્વારા ભગવાનની રથયાત્રા ધામધૂમથી કાઢવામાં આવી હતી. પ્રતિવર્ષની જેમ શણગારેલા ભવ્ય રથમાં ભાઈ બલદેવજી, બહેન સુભદ્રાજી વચ્ચે જગતના નાથ પ્રભુ જગન્નાથ બિરાજમાન થયા હતા.મંદિર પરિસરમાં પ્રભુની મહાનુભવો સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ચેનલ નર્મદાના ડિરેકટર નરેશ ઠક્કર સહિતે આરતી ઉતાર્યા બાદ રથને પ્રસ્થાન કરાવાયું હતું.મહાનુભવો સહિતના હસ્તે પ્રભુના રથને ખેંચી ધન્યતા અનુભવાય હતી. આશ્રયથી નંદેલાવ, શ્રવણ ચોકડી, લિંક રોડ, શક્તિનાથ થઈ રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી. માર્ગમાં ઠેરઠેર ભક્તોએ જય જગન્નાથના જયઘોષ સાથે ભગવાનના દર્શનનો લ્હાવો લીધો હતો. તમામ રથયાત્રા દરમિયાન કોય કોમી હુલ્લડ નય થાય તે માટે ભરુચ જિલ્લા પોલિશ જવાનો એસ.આર.પી ની ટિમ ખડેપગે તેનાત રહિયા હતા .
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો