September 7, 2024

નેત્રંગ નગર સહિત તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમા ભર ઉનાળે પીવાના પાણી માટે ફાફા મારવાનો વખત આવ્યો છે. ત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે અધિકારીઓની ગાડીઓ ધોઇ પાણીની રેલમછેલ થઈ રહી છે…

Share to

નેત્રંગ ખાતે કચેરી શરૂ થયાને આઠ વર્ષ નો સમય ગાળો વિતી ગયો પરંતુ ફૂલ ઝાડનો અભાવ જોવા મળી રહ્યો છે..

નેત્રંગ. તા,૨૪-૦૫-૨૦૨૩.

નેત્રંગ નગર સહિત પંથક ના ગ્રામ્ય વિસ્તારોમા ભર ઉનાળે પીવાના પાણી માટે ફાફા મારવાનો વારો આવ્યો છે. તેવા સંજોગોમા તાલુકા ની મુખ્ય, તાલુકા પંચાયત કચેરી ખાતે કચેરીના મુખ્ય જવાબદાર અધિકારીઓની ગાડીઓ ધોવાઇ રહી છે. જેને લઈ ને પાણીની રેલમછેલ પાણીની અછતમા થઈ રહી છે. જેને લઈ પ્રજામા રોષ જોવા મળી રહ્યો છે.


ચાલુ ઉનાળાની સિઝન દરમિયાન હાલમા મે માસ ના જુજ દિવસો બાકી રહ્યા છે, તેવા સંજોગોમા નેત્રંગ નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા નદી નાળા સુકા ભઠ જોવા મળી રહ્યા છે, પાણીના સ્તર પણ એકદમ નીચે ઉતરી ગયા હોવાના કારણે નેત્રંગ નગર માં પાણી નગરજનોને માંડ માંડ અધ્ધો કલાક નસીબ થાય છે. ત્યારે પશુ પક્ષીઓના નસીબ મા પણ નદી કોતરો કે નાળાઓમા પાણી નથી રહ્યા..

તેવા સમયે નેત્રંગ નગર મા આવેલ મુખ્ય તાલુકા પંચાયત કચેરી ખાતે સરકાર માબાપ થકી કચેરી માટે અલગ બોરમોટરની વ્યવસ્થા કરી આપી છે. જેને લઈ ને કચેરી ખાતે ફરજ બજાવતા અને પોતાની પ્રાઇવેટ ગાડીઓ લઈ અપડાઉન કરતા અધિકારીઓ ગાડીઓ પટાવાળાઓ પાસે સફાઈ કરાવી ધોવડાવતા હોય છે. જેને લઈ ને ભર ઉનાળામા જ મુખ્ય કચેરી ખાતે પાણીની રેલમછેલ જોવા મળી રહી છે.

કચેરીને શરુ થયાને આઠ વર્ષ નો સમય ગાળો વિતી ગયો અને છાશ વારે વુક્ષારોપણ ના કાયઁકમો પણ થયા પણ આઠ આઠ વર્ષ ના સમય ગાળામા કચેરી અને આસપાસ વિસ્તારમાં ફૂલ ઝાડ જોઈએ તેવા બગીચા જોવા મળતા નથી.

પીવાના પાણીની અછત હોવાથી લોકો ને પીવાનું પાણી પણ નસીબ ન થવાના સંજોગોમાં અધિકારીઓ પોતાની ગાડીઓ ધોઇ ધોઈ પાણીની રેલમછેલ કરી રહ્યા હોઈ તેવા દ્રશ્યો સામે આવતા આ બાબતે જીલ્લા વિકાસ અધિકારી ધ્યાન ઉપર લેશે ખરા તેમ લોક ચર્ચાઓ થઈ રહી છે

રિપોર્ટર /-*વિજય વસાવા નેત્રંગ*

#દૂરદર્શી ન્યૂઝ


Share to

You may have missed