પ્રતિનિધિ દ્રારા નેત્રંગ, તા,૨૩-૦૫-૨૦૨૩.
વાલીઆ તાલુકાના રાજપુત સમાજ ના તેમજ ખેડુત અને સહકારી ક્ષેત્ર ના અગ્રણીનુ દુ : ખદ અવસાન.
ડહેલી ગામના વતની નિવૃત તલાટી કમ મંત્રી, રુદ્રપુરી સેવા સહકારી મંડળીમા પંદર વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર તેમજ શારદા વિદ્યા મંદિર ડહેલી હાઇસ્કુલમા વીસ વર્ષ સુધી પ્રમુખ તરીકેની સેવા આપનાર, વાલીઆ પ્રભાત સહકારી જીન ના ડિરેક્ટર તેમજ અન્ય સહકારી સંસ્થાઓ સાથે સંકળાએલા, વાલીઆ તાલુકા રાજપુત સમાજ ના અગ્રણી એવા ધીરજસિંહ ઉફે ધીરુદાદા બેચરસિહ બોરસીયાનુ તા,૨૨-૦૫-૨૦૨૩ના રોજ ૮૯ વર્ષ ની ઉંમરે દુ:ખદ અવસાન થતા ડહેલી ગામ સહિત સમસ્ત રાજપુત સમાજ મા ધેરાશોક ની લાગણી ફરીવળી છે. સ્વ નુ બેસણુ તા,૨૨-૦૫-૨૦૨૩ ના તેઓના નિવાસસ્થાન ડહેલી મુકામે રાખેલ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો