ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્રારા સમગ્ર જીલ્લામાં પ્રોહિબીશનના ગુનાઓ તથા અસામાજીક પ્રવૃતિ કરી જાહેર વ્યવસ્થાને બાધક રૂપ પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમોને સખત હાથે ડામી દેવા માટે સરકારશ્રી દ્રારા ગુજરાત અસામાજીક પ્રવૃતિ અટકાવવા બાબતેના અધિનીયમ મુજબ પાસા ધારા હેઠળ કડક અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જે અનુસંધાને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે વિદેશી દારૂના વેપાર કરનાર ઈસમ ઉપર પાસા દરખાસ્ત કરી કડક કાર્યવાહી કરવા સારૂ જીલ્લા એલ.સી.સી.બી.ભરૂચનાઓને સુચના આપેલ
જે અનુસંધાને અત્રેના ભરૂચ શહેર દાંડીયા બજાર ખાતે રહેતા નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ નામનો ઈસમ વિદેશી દારૂની હેરાફેરીની પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય અને તેના વિરૂધ્ધમાં ભરૂચ તથા અન્ય જીલ્લાઓમાં કુલ્લે ૩૨ થી વધુ પ્રોહિબીશનના કેશો થયેલા છે. જેથી આવા ઈસમ વિરૂધ્ધ પાસા ધારા હેઠળ કાર્યવાહી કરવા સારૂ ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી. દ્રારા પાસાની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરૂચનાઓને મોકલી આપેલ હતી જે આધારે ઉપરોક્ત ઈસમને અંકુશમાં લેવા પાસા ધારા હેઠળ અટકાયત લેવા પાસા વોરંટ ઈસ્યુ કરવાનો હુક્મ જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરૂચનાઓ તરફથી મળતા ભરૂચ એલ.સી.બી. ટીમના માણસો દ્રારા નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ રહે. દાંડીયા બજાર સ્વામીનારાયણ મંદીર સામે ભરૂચનાઓને આજરોજ દાંડીયા બજાર ખાતેથી ઝડપી પાડી પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી જુનાગઢ જીલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો