November 22, 2024

108 એમ્બ્યુલન્સ કરજણના કર્મીઓએ પ્રમાણિકતાની જ્યોત જીવંત રાખી પાસેથી મળેલા રૂપિયા 75,900 રોકડા એમની એક્ટિવાની ચાવી એમનાં સ્વજનો હોસ્પીટલમાં હતા. તેઓને સુપ્રત કરી ..

Share to



૧૦૮ કરજણના કર્મીઓએ પ્રમાણિકતાની જ્યોત જીવંત રાખી ઍક ઉદાહરણીય કાર્ય કર્યું હતું. ગતરાત્રીના ૧૨ કલાકે ઍક બેન ને હલદરવા પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી જતું રહ્યું હતું. જેની 108 કરજણ ને વર્ધી મળતાની સાથે ફરજ પર હાજર ઈ. એમ. ટી. ભરતભાઈ ચૌધરી અને પાઇલોટ વિરલભાઈ પટેલ ધટના સ્થળે પહોંચ્યા ત્યારે એક બેન રોડની બાજુ માં પડેલા હતા.

એક્ટિવા સાથે બેભાન હાલતમાં ઇજાગ્રસ્ત બેનને ૧૦૮ ના કર્મીઓએ એમ્બ્યુલન્સમાં સારવાર આપી પછી તેઓના ઘરનો સંપર્ક કરી અને તેઓ પાસેથી મળેલા રૂપિયા 75,900 રોકડા એમની એક્ટિવાની ચાવી એમનાં સ્વજનો હોસ્પીટલમાં હતા. તેઓને સુપ્રત કરી એક પ્રમાણિકતાની જ્યોત જલાવી હતી. ઇજાગ્રસ્ત બેનના સ્વજનોએ પ્રમાણિકતા દાખવનાર 108 ના ઈ. એમ. ટી . ભરત ભાઈ રવજી ભાઈ ચૌધરી પાઇલોટ વિરલ ભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો…


Share to