November 21, 2024

૧લી ઓગષ્ટ જ્ઞાન શકિત દિવસ’’સુરત જિલ્લાકક્ષાના ‘જ્ઞાન શકિત દિવસ’નો કાર્યક્રમ બારડોલીના ખોજ-પારડી ખાતે યોજાયોઃ

Share to


——-
રાજય સરકારે પાંચ વર્ષ દરમિયાન શિક્ષકોની ભરતી, નવા ઓરડાઓનું નિર્માણ, સ્માર્ટ ટેકનોલોજીયુકત વર્ગખંડોનું નિર્માણ કર્યું છેઃ નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ
——–
સુરતઃરવિવારઃ- મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સરકારના સુશાસન પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત તા.૧લી ઓગષ્ટના જ્ઞાન શકિત દિવસનો કાર્યક્રમ બારડોલી તાલુકાના ખોજપારડી ગામના સાંસ્કૃતિક હોલ ખાતે નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ વેળાએ ધારાસભ્યશ્રીના હસ્તે ખોજ-પારડી પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યશ્રી દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈની રાહબરી હેઠળના શાસનકાળના પાંચ વર્ષની પૂર્ણ થવાના અવસરે રાજયમાં નવ દિવસ સુધી જનહિતલક્ષી કાર્યક્રમો યોજાનાર છે. રાજય સરકારે શિક્ષણના સ્તરને ઉચે લઈ જવા માટે અનેકવિધ પગલાભર્યા છે. જ્ઞાનકુંજ પ્રોજેકટ અંતર્ગત શાળાઓ સ્માર્ટ બને તે માટે શાળાઓને ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોને પણ શહેર જેવી શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે શિક્ષકોની ભરતી, નવા ઓરડાઓનું નિર્માણ, સ્માર્ટ ટેકનોલોજીયુકત વર્ગખંડોની ઉપલબ્ધિ કરવામાં આવી છે. ખાનગી શાળાઓ માફક સરકારી શાળાઓમાં ઉચ્ચ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેનો વાલીઓને લાભ લેવાનો અનુરોધ તેમણે આ પ્રસંગ કર્યો હતો.
આ વેળાએ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ ચેરમેન સુ.શ્રી ભાવિનબેન પટેલે સુરત જિલ્લામાં રાજય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલી શૈક્ષણિક સુવિધાઓની વિગતો આપી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અંકિત રાઠોડ, બાંધકામ સમિતિના ચેરમેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દિપક દરજી, પ્રાંત અધિકારીશ્રી રબારી, સરપંચશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed