અબડાસા તાલુકાના નલિયા ખાતે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા તેમજ વિવિધ સંસ્થાના સહકારથી યોજાયેલા મેઘા આરોગ્ય શિબિર માં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટ્યા હતા.

Share to

લોકેશન.નલિયા.

અરિહંત નવજીવન ફાઉન્ડેશન મુંબઇ ના તબીબો ઉપરાંત સ્ટલિંગ હોસ્પિટલ ગાંધીધામ કચ્છ જિલ્લા અંધજન મંડળ સહિત 13 જેટલા તબીબો ની ટીમ દ્વારા દર્દીઓને તપાસ્યા કરાયા હતા.

આ કેમ્પમાં કેન્સર હૃદયરૂપ ડાયાબિટીસ આંખ કાન દાંત સહિત કોઈપણ બીમારી દર્દીઓને તપાસી નિશુલ્ક દવા અપાઈ હતી.

કેપ ના મુખ્ય આયોજક શ્રી કચ્છ ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી એ સંસ્થા પ્રવૃત્તિ વિગતો આપી હતી. છેલ્લા 25 વર્ષથી સંસ્થા અંતારેપાળ ગામોમાં કેમ્પો યોજે છે એટલું જ નહીં સીમાની રખેવાળી કરતા જવાનો ને આરોગ્યની ચિંતા સેવી તેમને પણ સહાયક બને છે.

તેમજ વિકલાંગ માટે ટ્રાયસિકલ
તેમજ જુદા જુદા સ્થળે દાતાઓના સહયોગથી 60 જેટલા પાણીના પરબો બનાવીને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લેવા આહવાન કર્યું હતું.

છેલ્લા બે દાયકા થી અબડાસામાં વિવિધ સંસ્થાઓના સંયોજનથી 10 હજારથી વધુ આંખના ઓપરેશન સાથે ઉપરાંત અન્ય મોંઘા ઓપરેશન નો પણ ધનલક્ષ્મી આયાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરી અપાય તેવું હરેશભાઈ આઇયા એ જણાવ્યું હતું.

નલિયા લોહાણા મહાજનના પ્રમુખશ્રી સતિષભાઈ ઠક્કર એ મહાજનની ભૂમિકા બે ખૂબીથી મહાજન નિભાવી રહ્યું છે તેવું કરી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી અને ધનલક્ષ્મી આઈયા ચેરીટેબલ ટ્રસ્ટ ના હરેશભાઈ આઇયા ની પ્રવૃત્તિઓ જરૂરત મંદ દર્દીઓ માટે સંજીવની બની રહે છે તે કરી સહાયતા કરી હતી એડવોકેટ લાલજીભાઈ કટવાએ વિવિધ સંસ્થાઓની પ્રવૃત્તિ કાબિલે તારીફ રવિ હોવાનું જણાવ્યું હતું.

આ કેમ્પમાં નલિયા લોહાણા મહાજન… ગાયત્રી પરિવાર નલિયા…ધનલક્ષ્મીબેન આઇયા ચેરીટેબલ ટ્રસ્ટ…તૃપ્તિબેન આસર… સેવા સમૃદ્ધિ ટ્રસ્ટ… ભાનુશાલી દેશ મહાજન સહિત વગેરે સંસ્થાઓ નો સહયોગ પ્રાપ્ત થયો હતો.

આ પ્રસંગમાં ગામના સરપંચ શ્રી રામજીભાઈ કોલી… ગાયત્રી પરિવાર ના મોહનભાઈ ભટ્ટ… મેમણ આરોગ્ય સમિતિના અબ્દુલભાઈ મેમણ…
મૂળજીભાઈ સેજપાલ…નારાયણભાઈ ઠક્કર… મનોજભાઈ કતીરા… શૈલેષભાઈ વડેરા વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધાવી હતી.

આ કાર્યક્રમનું સંચાલન તારાચંદભાઈ ઠક્કર અને આભાર વિધિ મહેન્દ્રભાઈ વ્યાસે કરી હતી.

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.


Share to