ભરૂચ જિલ્લામાં ગરીબો માટેના ૯૦ ગામના ૧૯૯ આવાસોનું ઇ-લોકાર્પણ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી

Share to


——-
*ભરૂચ તાલુકાના કાસદ તથા તવરા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જોષીએ લાભાર્થીને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો*
——
*જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જોષી અને સ્થાનિક અધિકારી-પદાધિકારીઓ વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સહભાગી થયા*
——
ભરૂચઃ શુક્રવારઃ- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભરૂચ જિલ્લામાં ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૯ તાલુકાના ૯૦ ગામમાં બનાવવામાં આવેલા ૧૯૯ આવાસોનું ઇ-લોકાર્પણ કર્યું હતું.
ભરૂચ જિલ્લામાં યોજના હેઠળ લાભાન્વિત થનારા ગરીબ પરિવારોના ચહેરા ઉપર ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થવાનું સ્મીત જોવા મળ્યું હતું. અહીં ભરૂચ તાલુકા કાસદ તથા તવરા ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જોષી અને સ્થાનિક અધિકારી-પદાધિકારીઓ મહાત્મા મંદિર- ગાંધીનગર ખાતે યોજાયેલા વડાપ્રધાનશ્રીના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જોષી લાભાર્થીને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ લાભાર્થી સાથે સંવાદ સાધી તેમના પરિવારની માહિતી પણ મેળવી હતી.
આ અવસરે સ્થાનિક અધિકારીઓ- પદાધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ – સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Share to