September 7, 2024

શ્રમ,કૌશલ વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ.અંજુ શર્માએ કૌશલ્ય સ્કીલ યુનિવર્સીટીનાં સંદર્ભમાં અંકલેશ્વર ઔદ્યોગિક સત્તા મંડળ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી

Share to


*કૌશલ્ય સ્કીલ યુનિવર્સીટી(KSU)એ ઔધોગિક જગતની જરૂરિયાત મુજબ કૌશલ્યયુક્ત માનવબળ પૂરું પાડવાનું છે:અગ્ર સચિવ ડૉ.અંજુ શર્મા*
———-
ભરૂચ:શુક્રવાર:અંકલેશ્વર ઔદ્યોગિક સત્તા મંડળ તથા અંક્લેશ્વર એનવાયારમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી (AEPS)એ કૌશલ્ય સ્કીલ યુનિવર્સીટી(KSU) સાથે એફીલીએશન કરેલ છે .
માધ્યમો સાથે સંવાદ કરતાં અગ્ર સચિવશ્રી ડૉ શર્માએ જણાવ્યું હતું કે, કૌશલ્ય સ્કીલ યુનિવર્સીટીએ Labour Skilled Development & Employment Department, Govt. of Gujarat દ્વારા સ્થાપવામાં આવેલ યુનિવર્સીટી છે.
અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી (AEPS)એ કૌશલ્ય સ્કીલ યુનિવર્સીટી સાથે એફીલીએશન કરેલ છે .KSU એ ઔધોગિક જગતની જરૂરિયાત મુજબ કૌશલ્યયુક્ત માનવબળ પૂરું પાડવાનું છે.જેથી કરીને વિદ્યાર્થી સ્નાતક થઈને તરત જ રોજગારી મળી રહે તેવી તેમને નેમ વ્યક્ત કરી હતી.
એકેડેમીક વર્ષ ૨૦૨૩-૨૪ માટે નીચે મુજબના કોર્ષની મંજુરી મળેલ છે અને જુન-૨૦૨૩થી અભ્યાસક્રમ ચાલુ કરી દેવામાં આવશે.
(૧) પોસ્ટ ડીપ્લોમાં ઇન્ડસ્ટ્રીયલ સેફટી
(૨) પોસ્ટ ડીપ્લોમાં ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટલ ટેકનોલોજી એન્ડ
મેનેજમેન્ટ
(૩) ડીપ્લોમાં ઇન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ પ્રેકટીસ
(૪) ડીપ્લોમાં ઇન ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી
(૫) ડીપ્લોમાં ઇન ડાઈસ એન્ડ ઇન્ટરમેડીએટસ
(૬) ડીપ્લોમાં ઇન લેબર લોંઝ એન્ડ પ્રેકટીસ
(૭) ડીપ્લોમાં ઇન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન એન્ડ લેબર કોડ્સ
આ કોર્ષનો યુનિવર્સીટીએ એવી રીતે ડીઝાઇન કરેલ છે કે જેથી વિધાર્થીઓને રોજગારીની તકો વધુમાં વધુ રહે છે.
ડૉ શર્માએ જે વિદ્યાર્થીઓ ઔદ્યોગિક ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓને જોડાવવા માટે અપીલ કરી હતી.
ઉપરોક્ત તમામ કોર્ષની મુદ્ત એક વર્ષની છે અને તમામની ફીના ધોરણ અલગ અલગ છે. આ કોર્ષની વિગતવાર માહિતી માટે ઓફીસ દિવસ દરમ્યાન રૂબરૂમાં સંપર્ક કરવો અથવા યુનિવર્સીટીની વેબસાઈટ https://kaushalyaskilluniversity.ac.in પરથી મળી રહેશે.


Share to

You may have missed