ડેડીયાપાડા પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂ સાથે એક શખ્સની કરી ધરપકડ

Share to

જયદીપ વસાવા, ડેડીયાપાડા, નર્મદા


ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના કર્મચારી એલ.જી વળવી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા પોલીસ કેન્સ્ટેબલ રાકેશભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, આઈસર કન્ટેનર ગાડી નંબર KA.45.A3383માં ઈંગ્લિશ દારૂ ભરીને આઈસર કન્ટેનર રાજપીપળા બાજુથી નીકળવાની છે. તેવી બામતી મળતા પોલીસ સ્ટાફ એલ.જી વળવી અને રાકેશે બાતમી મુજબની ગાડીને રોકી ગાડી ચેક કરતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ગાડી ચેક કરતા તેમાંથી WHISKY, McDOWELL S,TUBORG PREMIUM BEER મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. સૂત્રની માહિતી અનુસાર પકડાયેલા આરોપીઓ પ્રકાશચંદ્ર ભીખારામ બિશ્નોઇ, અને સુરેશ ઉર્ફે શંકર બિશ્નોઈ, આ વિદેશી દારૂ અમદાવાદ લઈ જતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે 21 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share to