November 4, 2024

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મનરેગામાં થતા ભ્રષ્ટાચારને લઈને પોસ્ટ કરતા ખળભળાટ

Share to


(ડી.એન.એસ)ભરૂચ,તા.૧૧
ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના નિવેદનનો કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓએ અનેક વખત ભ્રષ્ટાચારને લઈને પોતાની જ સરકાર સામે બાયો ચડાવી છે. આ વખતે સાંસદ મનસુખ વસાવાએ મનરેગાના ટેન્ડરમાં થતા ભ્રષ્ટાચાર વિશે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખી છે. વર્ષ ૨૦૨૩ના માનરેગાના ડેડીયાપાડા,તિલકવાળા અને નાંદોદનું ઓનલાઇન ટેન્ડર મંગાવ્યું હતું. જ્યારે ટેન્ડર ખુલ્યું ત્યારે તાલુકા, જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓના માળતીયાઓની એજન્સીના ટેન્ડર ન લાગતા ટેન્ડર રદ કરવામાં આવ્યા છે. નવી ટેન્ડર પ્રક્રિયામાં માળતીયાઓને અનુકૂળ ગાઈડલાઈન રાખવામાં આવી છે. મનસુખ વસાવાએ લખ્યું છે કે, કેટલીક એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોએ એડવાન્સમાં અધિકારીઓને નાણાંકીય વ્યવહાર કરી દીધો છે. મનસુખ વસાવાએ ટેન્ડર પ્રક્રિયામાં થયેલ ગેરરીતિ વિશે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં ઉચ્ચ અધિકારીઓ,ડી આરડીએના નિયામક અને તેમના સ્ટાફ સામે પગલાં ભરવા રજુઆત કરવાનું પણ જણાવ્યું છે.


Share to

You may have missed