રાજ્ય સરકારે આ યોજના કરી જાહેર, ૧૧ અને ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓને રૂ ૨૫,૦૦૦/- મળશે

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૧
ગુજરાત સરકારે જાહેર કરી છે આ જાહેરાત…. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ યોજના ખુબ જ સારી માનવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે.ગુજરાત સરકારે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપની યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષે ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. ધો.૯ અને ૧૦ના અભ્યાસ માટે વાર્ષિક રૂ. ૨૦,૦૦૦ મળશે. ધો.૧૧ અને ૧૨ના અભ્યાસ માટે વાર્ષિક રુપિયા ૨૫૦૦૦ની સ્કોલરશીપ અપાશે. ધો. ૧થી૮ના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે.


Share to