જાણવા જેવું છે આ… ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનો અધિકાર કોઈને નથી!..શું કહે છે આપણા દેશનો કાયદો તે જાણો

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૧૧
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (ઝ્રમ્હ્લઝ્ર) જે ફિલ્મને પ્રમાણિત કરી દીધું, નિયમઅનુસાર, તેના પર પ્રતિબંધ નથી લગાવી શકાતો. આપણા દેશમાં હજુ સુધી આવો કોઈ કાયદો નથી, જે ફિલ્મોના પ્રદર્શન પર રોક લગાવી શકે. કેમ કે કાયદો વ્યવસ્થા આપણા દેશમાં સ્ટેટ સબ્જેક્ટ છે. એટલા માટે તેની આડમાં રાજ્ય સરકાર મોટા ભાગે આવા ર્નિણય લેતી રહે છે.ફિલ્મ દ કેરલ સ્ટોરી પર પશ્ચિમ બંગાળ અને કેરલ સરકારે પ્રતિબંધ લગાવ્યા બાદ કરવામાં આવેલી પડતાલમાં આ સત્ય સામે આવ્યું છે, જેને લઈને કેન્દ્ર સરકાર જરુર એક બિલ લઈને આવી છે, પણ તે હાલમાં પાસ થયું નથી. વર્ષ ૨૦૧૧માં આવેલી પ્રકાશ ઝાની ફિલ્મ આરક્ષણ પર રોક લગાવવાનો કિસ્સો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જે ફિલ્મને સીબીએફસીએ પ્રમાણિત કરી દીધું છે, તેને રોકવાનો હક કોઈને નથી. હકીકતમાં જાેઈએ તો, તે જ સમયે ઉત્તર પ્રદેશ સરકારે આરક્ષણને રોકવાની કોશિશ કરી અને તર્ક આપ્યો કે, તેના પ્રદર્શનથી રાજ્યમાં કાનૂન વ્યવસ્થા ખરાબ થઈ શકે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે તર્ક આપ્યો હતો કે, લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવો એ રાજ્યની જવાબદારી છે. પ્રસારણ રોકવાનો કાયદો નથી!…સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદલ કહે છે કે, ફિલ્મોનું પ્રસારણ રોકવાનો કોઈ કાયદો હજુ સુધી બની શક્યો નથી. જ્યાં કોઈ ફિલ્મ પર પ્રતિબંધ લાગે છે, તો રાજ્ય કાનૂન વ્યવસ્થાના આધાર પર બને છે. આપને જણાવી દઈએ કે, ફિલ્મ દ કેરલ સ્ટોરી પર પ્રતિબંધ માટે પશ્ચિમ બંગાળ તથા કેરલ સરકારોએ પણ કાનૂન વ્યવસ્થાનો જ સહારો લીધો છે.ફિલ્મોને પાસ કરવી અથવા ન કરવી, તેની જવાબદારી સીબીએફસીની છે. તેનું કામ એજ છે કે, ફિલ્મને જાેવે અને ર્નિણય લે કે, તેને આગળ જવા દેવી કે નહીં. જાે સીબીએફસીને લાગે કે કોઈ ફિલ્મ દેશ સમાજમાં નફરત ફેલાવી શકે છે, તો તે અધિકાર ધરાવે છેકે, ફિલ્મને કોઈ સર્ટિફિકેટન ન આપે. જાે સીબીએફસીનું સર્ટિફિકેટ નિર્માતા પાસે નથી, તો તે ફિલ્મ સિનેમા હોલમાં જઈ શકતી નથી. એવા અનેક ઉદાહરણ છે, જ્યારે સીબીએફસીએ ફિલ્મોને પાલ કરવામાં ઘણો સમય લીધો. મતલબ, સીબીએફસી પોતાનું કામ કરી રહ્યું છે. આ કેન્દ્ર સરકારને અધીન કામ કરનારી એજન્સી છે. તેના દ્વારા પાસ કરવાનો મતલબ એ થાય છે કે, ફિલ્મોમાં કોઈ વાંધો નથી.સીબીએફસીની એક નિશ્ચિત પ્રક્રિયા છે. ફિલ્મ નિર્માતા પોતાની ફિલ્મો ત્યાં આપે છે. જ્યૂરી મેમ્બર્સ ફિલ્મને જાેવે છે. તેમને કંઈ પણ વાંધાજનક લાગે તો હટાવી દે છે. આવું કરવામાં ઘણી વાર ત્રણ ચાર મહિનાનો સમય લાગી જાય છે. ત્યારે સર્ટિફિકેટ મળે છે. જાે ફિલ્મને સર્ટિફિકેટ મળી જાય તો, તેનો અર્થ એવો થાય કે, હવે તે સિનેમા હોલમાં બતાવી શકાય.ફિલ્મોને સર્ટિફિકેટ આપવાની ચાર કેટેગરી છે તે જાણો.. ેં સર્ટિફિકેટ- જાે આ સર્ટિફિકેટ મળી જાય તો, તેનો અર્થ સ્પષ્ટ છે કે, બોર્ડ એવું માને છે કે, ફિલ્મ કોઈ પણ ઉંમરના લોક જાેઈ શકે છે. ેંછ સર્ટિફિકેટ- આ સર્ટિફિકેટવાળી ફિલ્મને ૧૨ વર્ષથી નાની ઉંમરના બાળકો પણ પોતાના વાલીઓ સાથે જાેઈ શકે છે.છ સર્ટિફિકેટ- તેનો અર્થ એવો થાય કે, આ ફિલ્મ ફક્ત વયસ્ક જાેઈ શકે છે, નાના બાળકો નહીં.જી સર્ટિફિકેટ- આ સર્ટિફિકેટવાળી ફિલ્મો ખાસ વર્ગના લોકો જાેઈ શકે છે. વૈજ્ઞાનિક, ડોક્ટર અથવા કોઈ અન્ય પ્રબુદ્ધ વર્ગના લોકો.


Share to