(ડી.એન.એસ),તા.૦૯
ગાંધીનગર, ૦૯
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૧૨ મી મે ૨૦૨૩ ના રોજ ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) ના લાભાર્થીઓ માટે રૂ.૧૯૪૬ કરોડના ખર્ચે આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરાવશે. મહાત્મા મંદિર ખાતે બપોરે ૧૨.૦૦ વાગે યોજાનાર આ ‘અમૃત આવાસોત્સવ’ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ માનનીય કૃષિ અને ગ્રામીણ આવાસ મંત્રી શ્રી રાઘવજી પટેલ સહિત અન્ય મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ૭૧૧૩ આવાસોનું લોકાર્પણ, ૪૩૩૧ આવાસોનું ખાતમુહુર્ત અને ૧૮,૯૯૭ આવાસોમાં ગૃહપ્રવેશ કરાવવામાં આવશે, જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૨૩૨ તાલુકાઓના ૩૭૪૦ ગામોમાં ૧૨,૦૦૦ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ રૂ.૧૯૪૬ કરોડના ખર્ચે ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશ કરવામાં આવશે.
કાર્યક્રમમાં શહેરી અને ગ્રામીણ યોજનાના સાત લાભાર્થીઓને તેમના ઘરની ચાવીનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો લિંક દ્વારા લાભાર્થીઓ સાથે સંવાદ કરશે અને ત્યારબાદ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ) પર એક ટુંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનાર મુખ્ય કાર્યક્રમમાં શહેરી વિસ્તારના ૪૦૦૦ લાભાર્થીઓ અને ગ્રામીણ વિસ્તારના ૩૦૦૦ મળીને કુલ ૭૦૦૦ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, મહાનગરો, નગરપાલિકાઓ તેમજ ગામોના તમામ લાભાર્થીઓ પસંદ કરાયેલા સ્થાન પરથી વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જાેડાશે. લગભગ ૩૯૦૦ પ્રોજેક્ટ સ્થળો (શહેરી અને ગ્રામીણ) પર મ્ૈંજીછય્ દ્વારા કનેક્ટિવિટીની કાર્યવાહી કરવામાં આવશે. દરેક સ્થળો પર તોરણ-રંગોળી, ફૂલોનું સુશોભન, વૃક્ષારોપણ, મહિલાઓ દ્વારા કળશવિધિ અને પૂજા, સ્થાનિક લોકગીતો અને લોકનૃત્યો વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ, આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા પર્યાવરણ માટે જીવનશૈલી (ન્ૈહ્લઈ) માટે નિર્ધારિત ફોર્મેટમાં પ્રતિજ્ઞા પણ લેવામાં આવશે. દરેક સ્થળો પર મેયર, ભૂતપૂર્વ ટીપી/ડીપી સભ્યો, પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ ૧૧.૫૬ લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરી વિસ્તારમાં કુલ ૭.૫૦ લાખ આવાસો જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ૪.૦૬ લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં સોશ્યોલોજી એન્ડ સોશ્યલવર્ક વિભાગનાં સેમ-૪નાં વિદ્યાર્થીઓનો યોજાયો ફેરવેલ કાર્યક્રમ
નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલ ભોટનગર પાસેથી પસાર થઈ રહેલ ચંદીગઢ પારસીંગની બે ટ્રકોનેGST વિભાગે ઝડપી લેતા.
જૂનાગઢના ખડિયા ગામે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી .દ્વાર આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો