September 7, 2024

બોમ્બે હાઈકોર્ટે ૨૦૧૫માં બળાત્કારના કેસમાં એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો.. શું છે કેસ જાણો..૨૦૧૫માં મહિલા દ્વારા નોંધાયેલા બળાત્કારના કેસમાં આ વ્યક્તિને બોમ્બે હાઈકોર્ટે નિર્દોષ છોડ્યો

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૯
બોમ્બે હાઈકોર્ટે ૨૦૧૫માં ૬૧ વર્ષીય મહિલા દ્વારા નોંધાવવામાં આવેલા બળાત્કારના કેસમાં એક વૃદ્ધ વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે અને કહ્યું છે કે, બંનેએ સહમતિથી સેક્સ કર્યું હતું અને વૃદ્ધ વ્યક્તિ દ્વારા બળજબરી કરવામાં આવી ન હતી. જસ્ટિસ ભારતીય ડાંગરેએ ૪ મેના રોજ આપેલા તેમના આદેશમાં નોંધ્યું હતું કે, ફરિયાદી અને ૬૭ વર્ષીય આરોપી વ્યક્તિ ૨૦૦૫થી સાથે હતા. સિંગલ બેન્ચે કહ્યું હતું કે, બંને પુખ્ત વયના હતા અને તેમની ક્રિયાઓના પરિણામોને સમજવામાં સક્ષમ હતા અને બધુ જાણીને સંબંધમાં પ્રવેશ્યા હતા. ફરિયાદીએ ૨૦૧૫માં પુણે પોલીસ સમક્ષ નોંધાવેલી એફઆઈઆરમાં આરોપ લગાવ્યો હતો કે ૨૦૦૫થી તે વ્યક્તિએ લગ્નનું ખોટું વચન આપીને અનેક પ્રસંગોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. બળાત્કાર, ઉત્પીડન અને ફોજદારી ધમકીના આરોપમાં ભારતીય દંડ સંહિતા (ૈંઁઝ્ર) ની વિવિધ કલમો હેઠળ વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે ૨૦૦૫ થી ૨૦૧૫ સુધી બંને વચ્ચે સહમતિથી સંબંધો બન્યા હતા. હ્લૈંઇની નોંધણી સમયે ફરિયાદીની ઉંમર ૫૪ વર્ષની હતી જ્યારે આરોપીની ઉંમર ૬૦ વર્ષની હતી. કોર્ટે કહ્યું, “અહીં બે પુખ્ત વયના લોકો વચ્ચે સંબંધ હતો, જેઓ તેમના કાર્યોના પરિણામોને સંપૂર્ણ રીતે સમજતા હતા અને તે કલ્પના બહારની વાત છે કે, તેમની વચ્ચે શારીરિક સંબંધ મહિલાની ઈચ્છા કે તેની ઈચ્છા વિરુદ્ધ થાય.” ખંડપીઠે કહ્યું કે, મહિલાને ખબર હતી કે, પુરુષ પરિણીત છે, તેમ છતાં તેણે સંબંધ ચાલુ રાખ્યો. જસ્ટિસ ડાંગરેએ કહ્યું કે, બળાત્કારનો કેસ ત્યારે બને છે જ્યારે તે મહિલાની ઈચ્છા વિરુદ્ધ કરવામાં આવે છે. બેન્ચે કહ્યું, “હાલના કેસમાં, આરોપી અને મહિલા વચ્ચેનો સંબંધ એક દાયકા સુધી ચાલ્યો હતો અને તે સરળતાથી સમજી શકાય છે કે, બંને વચ્ચેના સંબંધો ‘પરસ્પર અને સહમતિ’ પર આધારિત હતા”.


Share to

You may have missed