જખૌ બંદરે 8 મહીના પહેલા ઝડપાયેલા 200 કરોડના હેરોઇન કેસમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈના 14 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેને નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં કોર્ટે તેને સાબરમતી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

Share toકુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈને 25 એપ્રિલના ગુજરાત એટીએસ દ્વારા નલિયા કોર્ટમાં રજુ કરાયો હતો.ગત 14 સપ્ટેમ્બરના એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌ સમીપેના દરિયામાં ઓપરેશન કરીને પાકિસ્તાન તરફથી
આવતી અલત્યાસા બોટમાંથી 200 કરોડના હેરોઇન સાથે 6 પાકિસ્તાની ખલાસીને ઝડપ્યા હતા..આ કેસમાં લોરેન્સ બીશ્નોઈના કહેવાથી માલ મંગાવાયો હોવાનું સામે આવતા રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.રિમાન્ડ દરમ્યાન પાકિસ્તાન કનેકશન સહિતની અનેક બાબતો સામે આવી છે નાઇજિરિયન મહિલા અનિતા કે જે હાલ દિલ્હીમાં છે તેના ઈશારે આખું ડ્રગનું રેકેટ ચાલે છે અને બીશ્નોઈએ મહિલાના કહેવાથી માલ મંગાવી આપ્યો હતો.જેથી આ અનિતાને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.આજે બીશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાં વધુ રિમાન્ડની માગણી ન થતા કોર્ટના હુકમ પ્રમાણે તેને સાબરમતી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે

સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ


Share to