December 26, 2024

રેલવેમાં ટિકિટ સિસ્ટમ ડિજિટલ થશે, કાગળવાળી ટિકિટ થઈ જશે બંધભારતીય રેલવેની ટિકિટ સિસ્ટમને તબક્કાવાર ડિજિટલ કરવામાં આવશે, રેલવેના તમામ પાંચ પ્રિંટિંગ પ્રેસ બંધ કરવાનો ર્નિણય કર્યો

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૭
ભારતીય રેલવેની ટિકિટ સિસ્ટમને તબક્કાવાર ડિજિટલ કરવામાં આવશે. તેના માટે રેલવેના તમામ પાંચ પ્રિંટિંગ પ્રેસ બંધ કરવાનો ર્નિણય કર્યો છે. હવે આ તમામની વચ્ચે રેલની ટિકિટ તથા રસીદ છાપવાનું કામ બહારથી કરાવવામાં આવશે. ટિકિટ સિસ્ટમના ડિજિટલ હોવાથી નકલી રેલ ટિકિટના ધંધા પર અંકુશ લાગશે. તેનાથી ટિકિટ દલાલોને રેલવે અને રેલ યાત્રી બંનેને ચૂનો લગાવવાનું કામ અઘરુ થઈ જશે. રેલવે બોર્ડે ત્રણ મેના તમામ ઝોનલ રેલવે મહાપ્રબંધકને નિર્દેશ જાહેર કરી દીધા છે. બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, બાઈકુલા-મુંબઈ, હાવડા, શકૂરબસ્તી-દિલ્હી, રોયાપુર, ચેન્નઈ તથા સિકંદરાબાદમાં આવેલ રેલવે પ્રિંટિંગ પ્રેસ બંધ કરવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. અહીં રેલવેની આરક્ષિત અને અનારક્ષિત ટિકિટ ઉપરાંત કેશ રસીદ બુક સહિત ૪૬ પ્રકારના મની વેલ્યૂ દસ્તાવેજને છાપવામાં આવે છે. અધિકારીએ જણાવ્યું કે, રેલવે પ્રિંટિંગ પ્રેસને બંધ કરવાનૌ સૈંદ્ધાંતિક ર્નિણય મે ૨૦૧૯માં લઈ લીધો હતો. હવે તેના પર અમલ કરવામાં આવી રહ્યો છે. બોર્ડના આદેશ અનુસાર, દેશભરમાં રેલવે કાઉંટરો તથા અન્ય અધિકૃત સ્થાનથી રેલવેની આરક્ષિત ટિકિટ તથા અનારક્ષિત ટિકિટ સિસ્ટમને ડિજિટલ કરવામાં આવશે. આ દરમ્યાન રેલ ટિકિટ તથા અન્ય દસ્તાવેજ આઈબીએસ તથા આરબીઆઈના અધિકૃત પ્રિંટિંગ પ્રેસમાં છપાશે. જાણકારોનું કહેવું છે કે, હાલમાં ૮૧ ટકા યાત્રી ઓનલાઈન ઈ ટિકિટ બુક કરી રહ્યા છે. જ્યારે ૧૯ ટકા ટિકિટ કાઉંટરોથી ખરીદી રહ્યા છે. રેલવેનો દાવો છે કે, સમગ્ર રેલ ટિકિટ સિસ્ટમ ડિજિટલ કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. આ યોજનામાં સફળતા મળવી ભવિષ્યની વાત છે. અધિકારીઓએ જણાવ્યું કે, ૧૯ ટકા કાઉંટર ટિકિટનું છાપકામ મોટા ભાગે બહારથી થઈ રહ્યું છે. દેશભરમાં લગભગ ૭૪ પ્રિંટિંગ પ્રેસ છે. અહીં રેલવેના ૯૫ ટકા રેલ ટિકિટ છપાઈ રહી છે. રેલવેએ પોતાના પાં પ્રિંટિંગ પ્રેસમાં ફક્ત પાંચ ટકા છાપમી થઈ રહી છે. આ ઉપરાંત રેલવે પ્રિંટિંગ પ્રેસમાં ટિકિટ છાપણી મોંઘી હોય છે, જ્યારે બહારથી સસ્તા દર પર ટિકિટ છપાઈ રહી છે. પ્રિંટિંગ પ્રેસમાં કામ કરતા કર્મચારીઓને બીજી જગ્યાએ તૈનાત કરવામાં આવશે. જ્યારે મશીન, પ્લાન્ટ તથા અન્ય સામગ્રી સહિત જમીનું નિસ્તારણ ઝોનલ રેલવે કરશે.


Share to

You may have missed