December 26, 2024

પહેલવાનોના સમર્થનમાં આવી ખેડૂતો અને ખાપ પંચાયત,પહેલવાનોના સમર્થનમાં ખાપ પંચાયતોની દિલ્હીમાં કૂચ, રાકેશ ટિકૈત પણ જંતર-મંતર પહોંચ્યાખાપ પંચાયત અને કિસાન સંગઠનોએ જંતર-મંતર પર મહાપંચાયત કરવાની જાહેરાત કરી

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૭
દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ૧૪ દિવસથી ધરણા પર બેઠેલા કુશ્તીબાજાેના સમર્થનમાં આજે ખાપ પંચાયતો દિલ્હીમાં કૂચ કરી રહી છે. ખાપ પંચાયત અને કિસાન સંગઠનોએ જંતર-મંતર પર મહાપંચાયત કરવાની જાહેરાત કરી દીધી હતી. જે બાદ હવે કિસાન સંગઠન મ્દ્ભેંના સભ્યોએ જંતર-મંતર પર લંગર શરુ કરી દીધું છે. ભારે ભીડ એકઠી થવાની સંભાવના જાેતા દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. સોનીપત દિલ્હી-હરિયાણા બોર્ડર પર એલર્ટ છે. સિંધૂ બોર્ડર પર ભારે પોલીસ ફોર્સ તૈનાતી કરી છે. અહીં જીજીમ્ની બટાલિયન પણ તૈનાત છે. પોલીસ અહીં પિકેટ લગાવીને ચેકીંગ કરી રહી છે. સંયુક્ત કિસાન મોર્ચાના નેતા રાકેશ ટિકૈત પોતાના સમર્થકો સાથે પહેલવાનોના ધરણાં સ્થળ પર પહોંચ્યા છે. તેમની સાથે દર્શન પાલ, હનાન મોહલ્લાહ જેવા નેતા પણ પહોંચ્યા છે. એસકેએમે પહેલવાનોને સમર્થન આપવાની જાહેરાત કરી છે. એસકેએમ નેતાઓએ મોદી સરકાર અને બૃજભૂષણનું પૂતળું સળગાવવાની જાહેરાત કરી છે. નેતા બૃજભૂષણની ધરપકડ કરવાની માગ કરી રહ્યા છે.


Share to

You may have missed