ઝઘડિયાના ધારાસભ્યએ મોટી ભમરી ખાતે પલસીની લાઈન પર ચાલુ કામનુ ખેડૂતો સાથે નીરક્ષ્ણ કર્યું..સિંચાઈના પાણી બાબતે પડતી હાડમારી દુર કરવા ઝઘડિયા વિધાન સભાના ગામના ધરતીપુત્રો દ્વારા ધારાસભ્યને રજુઆત કરાઇ હતી

Share to
સિંચાઈના પાણી બાબતે પડતી મુશ્કેલીઓ દુર કરવા બાબતે ઝઘડિયા,વાલીયા,અને નેત્રંગ તાલુકાના ધરતીપુત્રો દ્વારા ઝઘડિયાના ધારાસભ્યને રજુઆત કરવામાં આવી હતી. મોટી ભમરી ખાતે કરજણ જળાશય ઉધવહન પરિયોજના હેઠળ ખેડૂતોને સિંચાઈના પાણીની લાઈન લઇ જવામાં તકલીફ પડી રહી છે. જે અનુસંધાને મોટી સંખ્યામાં ધરતીપુત્રોએ ધારાસભ્ય રજુઆત કરી હતી. ધરતીપુત્રોની રજુઆત સાંભળી મોટી ભમરી, પલસીની લાઈન પર ચાલુ કામનું રૂબરૂ નિરક્ષ્ણ કરી પ્રશ્નોના હલ માટે ખેડૂતો સાથે સ્થળ પર રહી ઝગડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવાએ સ્થળ પર જઈ જાત નિરીક્ષણ કરી નેત્રંગ, ઝગડીયા, વાલિયા તાલુકાના આજુ બાજુ ગામના વિસ્તારના ખેડૂતો ના પ્રશ્નો નો હલ કર્યો હતો. ધારાસભ્ય દ્વારા ધરતીપુત્રોની રજુઆત સાંભળી નિરાકરણ લાવતા ધરતીપુત્રોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી.


*વિજય વસાવા નેત્રંગ*


Share to