પાકિસ્તાનની સ્કૂલમાં આતંકી હુમલો, સ્ટાફ રૂમમાં કર્યું ફાયરિંગ, ૭ શિક્ષકોના થયા મોત

Share to


(ડી.એન.એસ)પરચિનાર,તા.૦૫
પાકિસ્તાનના પરચિનારની એક શાળામાં થયેલા આતંકવાદી હુમલામાં ૭ શિક્ષકોના મોત થયા છે. આ હુમલો ગુરુવારે ખૈબર પખ્તુનખ્વામાં થયો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે હથિયાર ધારી માણસો શાળાના સ્ટાફ રૂમમાં ઘૂસી ગયા અને ગોળીબાર કર્યો. અહેવાલો અનુસાર મૃતકોમાંથી ૪ શિયા સમુદાયના છે. અહીં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સરકારી અધિકારીઓએ કહ્યું કે હુમલાખોરોની શોધ કરવામાં આવી રહી છે. હકીકતમાં, તાજેતરના સમયમાં આવા આતંકવાદી હુમલામાં વધારો થયો છે અને આવી ઘટનાઓ ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં જાેવા મળી રહી છે. આ આતંકવાદી હુમલાની નિંદા કરતા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ કહ્યું કે શિક્ષકો પરનો હુમલો નિંદનીય છે. તેના હુમલાખોરોની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને તેમને કાયદા અનુસાર સજા કરવામાં આવશે. અત્યાર સુધી આ હુમલાની જવાબદારી કોઈ આતંકી સંગઠને લીધી નથી. આ વિસ્તારમાં પોલીસ અને સેનાના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે અને હુમલાખોરો માટે દરોડા પાડવામાં આવ્યા છે.


Share to