બદરીનાથ હાઈવે પર ભયંકર દુર્ઘટના, શ્રદ્ધાળુઓની સામે ધડામ દઈને પડ્યો મોટો પહાડ

Share to


(ડી.એન.એસ)ઉત્તરાખંડ,તા.૦૫
ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના રસ્તા પર ગ્લેશિયર પડવાથી યાત્રા રોકી દેવામાં આવી હતી. તો વળી ગુરુવારે સાંજે બદ્રીનાથ ધામ જઈ રહેલા શ્રદ્ધાળુ પણ મોટી દુર્ઘટનાનો શિકાર થતાં થતા બચી ગયા હતા. હકીકતમાં જાેઈએ તો, જાેશીમઠ પહેલા એક પહાડ અચાનક બદરીનાથ જતાં નેશનલ હાઈવ ૫૮ પર પડ્યો. આ દરમ્યાન શ્રદ્ધાળુઓના વાહનોની લાઈન હાઈવે પર લાગેલી હતી. સારી વાત એ છે કે, વાહન થોડા પાછળ હતા અને થોડા આગળ હોત તો, કાટમાળની ચપેટમાં આવી જાત અને અલનંદા નદીમાં જઈને પડી જાત. તો વળી હવે આ ભયાનક દુર્ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વીડિયો જાેયો, તેનો કાળજુ કંપી ગયું. કહેવાય છે કે, આ ઘટનાનો વીડિયો કોઈ શ્રદ્ધાળુઓએ પોતાના મોબાઈલમાં બનાવી લીધો હતો. હાલમાં કાટમાળ હટાવવા માટે હાઈવ પર વાહન વ્યવહાર ઠપ કરી દેવામાં આવ્યો છે. કહેવાય છે કે અહીં સૈંકડો શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. હકીકતમાં આ હ્‌દય હચમચાવી નાખતી આ ઘટના નેશનલ હાઈવે ૫૮ પર હેલન નામની જગ્યા જે પીપલકોટીથી જાેશીમઠની વચ્ચે આવેલ છે, ત્યાં થઈ હતી. આપને જણાવી દઈએ કે, હેલન પણ જાેશીમઠ વિસ્તારમાં આવે છે. અહીં પહેલાથી જ આખું શહેર ઘસવાની કગાર પર છે. જાેશીમઠ ઘસવાની ચર્ચા સમગ્ર વિશ્વમાં છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, પહેલાથી ચારધામ યાત્રા દરમ્યાન હજારો વાહન અહીંથી પસાર થવાના કારણે ભૂસ્ખલનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.


Share to