પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ અધિકૃત વ્યક્તિઓ સિવાયનાને પ્રવેશ પ્રતિબંધ

Share to



ભરૂચ:શુક્રવાર: તા. ૭ મે ૨૦૨૩નાં રોજ ૧૪:૦૦ કલાક થી ૧૭:૨૦ કલાક દરમ્યાન National Eligibilty Cum Test (UG)-2023 (NEEt) જાહેર પરીક્ષા ભરૂચ તાલુકાના -૦૩ તથા અંકલેશ્વર તાલુકા ખાતે કુલ-૦૨ મળી કુલ-૦૫ કેન્દ્રો પર લેવાનાર છે.
પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ સુલેહશાંતિનો ભંગ કે અસામાજિક તત્વોનાં ત્રાસ કે ભય વિના પરીક્ષા આપી શકે તે માટે પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ અધિકૃત વ્યક્તિઓ સિવાયના વ્યક્તિ કે સમુહને પ્રવેશ પર તેમજ સવારે ૦૮:૦૦ કલાકથી સાંજના ૧૮:૦૦ કલાક સુધી કેન્દ્રોની ફરતે લાઉડ સ્પીકર, ડી.જે સીસ્ટર જેવા વાંજીત્રો મોટા અવાજે વગાડવા પર જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી તુષાર સુમેરાએ એક જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ (૧) પરીક્ષાની કામગીરી સાથે સંકળાયેલ તમામ ફરજ પરના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ,(૨) પરીક્ષાખંડમાં પાણી પીવડાવવાની કામગીરી કરતા અધિકૃત વ્યક્તિઓને,(૩) ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહ રક્ષક દળની વ્યક્તિઓને,(૪) આકસ્મિક તપાસણીમાં આવતી અધિકૃત તમામ ટૂકડીઓ વગેરેને લાગુ પડશે નહિ.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે તેમજ હુકમના ભંગ બદલ ગુ.પો.અ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ સજાને પાત્ર થશે. ફરીયાદ માટે પોલીસ સબ ઈન્સપેકટર કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યા છે.


Share to

You may have missed