મારા નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો તેમને તેનું દુઃખ છે ઃ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

Share to


(ડી.એન.એસ),મુંબઇ,તા.૦૬
થોડા દિવસ પહેલા બાગેશ્વર ધામ વાળા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સાઈ બાબાને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ દેશભરમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો તેમનો મોટા સ્તર પર વિરોધ થઈ રહ્યો છે.સાઈ બાબા મંદિરના એક પૂર્વ ટ્રસ્ટીએ તેમના વિરૂદ્ધ એફઆઇઆર નોંધાવવાની પણ માંગ કરી છે. મામલો વધતો હોવાના કારણે બાબાએ એક ટ્‌વીટ કરી પોતાની સ્પષ્ટતા કરી. ટ્‌વીટરમાં તેમણે કહ્યું કે તેમનો ઈરાદો કોઈ પણની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો. જાે તેમ છતાં કોઈને ઠેસ પહોંચી હોય તો તેમને તેનું દુઃખ છે. હકીકતે જબલપુરના પનાગરમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાની સાત દિવસીય શ્રીમદ્ભગવત કથાના છેલ્લા દિવસે લોકો સાથે વાત કરતી વખતે એક પ્રશ્નના જવાબમાં સાઈ બાબા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. એક ડોક્ટર શૈલેન્દ્ર રાજપુતે બાબાને સવાલ કર્યો હતો, “આપણા હિંદુસ્તાનમાં ઘણા લોકો સાઈ ભક્ત છે. મહારાષ્ટ્રમાં પણ, સાઉથમાં પણ ઘણા સાઈ ભક્ત છે. પરંતુ સનાતન સાઈ ભગવાન મૂર્તિ પૂજાને નકારતા જાેવા મળે છે જ્યારે સાઈની પૂજા સંપૂર્ણ સનાતન પદ્ધતિથી થાય છે. બાબા બાગેશ્વરે જવાબ આપતા કહ્યું હતું, “આપણા ધર્મના શંકરાચાર્યજીએ સાઈ બાબાને દેવતાઓનું સ્થાન નથી આપ્યું અને શંકરાચાર્યની વાત માનીએ તો દરેક સનાતનીનો ધર્મ છે. તે પોતાના ધર્મના પ્રધાનમંત્રી છે અને કોઈ પણ સંત ઈચ્છે તે આપણા ધર્મ પંથના હોય કે પછી, ગોસ્વામી તુલસીદાસજીના હોય, સુરદાસજીના હોય, સંત છે મહાપુરૂષ છે, યુગપુરૂષ છે, કલ્પપુરૂષ છે પરંતુ ભગવાન નથી.” પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગળ કહ્યું, “લોકોની પોતાની આસ્થા છે અને કોઈની આસ્થાને આપણે ઠેસ ન પહોંચાડી શકીએ. સાઈ બાબા સંત હોઈ શકે છે, ફકીર હોઈ શકે છે પરંતુ ભગવાન નહી. તેમણે કહ્યું, “હવે તમે કહ્યું હિંદુ ધર્મથી પૂજા થાય છે વૈદિક ધર્મથી પૂજા થાય છે. જાેવો ભાઈ એમ કહીશ તો લોકો તેને કોન્ટ્રોવર્સીમાં લઈ લેશે પરંતુ આ બોલવું પણ જરૂરી છે. ‘શિયાળની ચામડી પહેરીને કોઈ સિંહ બની શકતું નથી’ બોગેશ્વર ધામ સરકાર માની લે કે અમે શંકરાચાર્યજીની છત્ર લગાવી લે અને સિંહાસન લગાવી લે અને ચરમ લગાવી લે અને કહી દે કે ભાઈ શંકરાચાર્ય બેઠા છે. તો શું હું બની જઈશ? નહીં ને?”તેમણે કહ્યું, “ભગવાન ભગવાન છે અને સંત સંત છે. તો સાઈના પ્રતિ અમારી આદર છે. તમે તેમાં ન પડતા ન પુછતા પરંતુ સાઈ ભગવાન નથી. એવું આપણા શંકરાચાર્ય કહે છે અને તેમની ઉપર તમે સવાલ ન ઉઠાવી શકો. આ નિવેદનના કારણે દેશભરના ઘણા ભાગોની જેમ મહારાષ્ટ્રમાં પણ વિવાદ ઉભો થયો હતો. સાઈ ભક્તોમાં ખૂબ નારાજગી જાેવા મળી હતી. મુંબઈથી બાંદ્રામાં શિવસેના ઉદ્ધવ ગ્રુપના યુવા સેનાના નેતા અને શિર્ડી સાઈ સંસ્થાનના પૂર્વ ટ્રસ્ટી રાહુલ કલાલે ફરિયાદ દાખલ કરાવી હતી અને મુંબઈ પોલીસ પાસે ધીરેન્દ્ર શાસ્ત્રી પર એફઆઇઆરનોંધવાની માંગ કરી હતી.રાહુલ કનાલે કહ્યું હતું બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સાઈ બાબાને લઈને જે નિવેદન આપ્યું છે તેનાથી સાઈના કરોડો ભક્તોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. જ્યાર બાદ બાબાએ આજે ૨ દિવસના શુભ થયેલા માનસ સમ્મેલન વખતે ટ્‌વીટ કર્યું. તેમણે ટ્‌વીટમાં લખ્યું, “મારૂ હંમેશા સંતોના પ્રતિ મહાપુરૂષોના પ્રતિ સન્માન છે અને રહેશે મેં કોઈ એક કહેવત કહી જે આપણે પોતાના સંદર્ભમાં બોલતા હોઈએ છીએ. કે જાે આપણે છતરી પાછળ લગાવીને કહીએ કે આપણે શંકરાચાર્ય છીએ તો આ કઈ રીતે થઈ શકે છે…. ” તેમણે આગળ કહ્યું, “આપણા શંકરાચાર્યજીએ જે કહ્યું તે મે રિપીટ કહ્યું કે સાઈ બાબા સંત ફકીર હોઈ શકે છે અને તેમાં લોકોની ખાનગી આસ્થા છે જાે કોઈ વ્યક્તિ કોઈ સંત ગુરૂને પોતાની આસ્થાથી ભગવાન માને છે તો તે તેની પોતાની આસ્થા છે. અમારો તેમાં કોઈ વિરોધ નથી… અમારા કોઈ શબ્દથી કોઈના હૃદયને ઠેસ પહોંચી હોય તો તેનું અમને દુખ છે.” બાબાના દુખ વ્યક્ત કર્યા બાદ તેમના સમર્થકોમાં અમુક હદ સુધી નારાજગી દૂર થઈ છે. હકીકતે બાબાના દુઃખ વ્યક્ત કરવાના પાછળ મોટુ કારણ પણ છે. બાબા જાણે છે કે જે હિંદુત્વના એજન્ડાને લઈને તે ચાલી રહ્યા છે. તેમના આ નિવેદનના કારણે સાઈ બાબાને માનનાર ખૂબ મોટી સંખ્યામાં હિંદુ તેમનાથી દૂર જઈ શકે છે. મહારાષ્ટ્ર ગુજરાત અને દક્ષિણી રાજ્યો સહિત મધ્યપ્રદેશમાં પણ સાઈ બાબાને માનતા ઘણા હિંદુ છે એવામાં બાબાએ ડેમેજ થતા પહેલા જ ડેમેજ કંટ્રોલ કરતા દુખ વ્યક્ત કરી લીધુ છે.


Share to