તેલંગાણાની સાયબરાબાદ પોલીસે જણાવ્યું એવું કે કોઈને વિશ્વાસ જ નહિ થાય..!!

Share to


(ડી.એન.એસ)હૈદરાબાદ,તા.૦૬
તેલંગાણાની સાયબરાબાદ પોલીસે શનિવારે જણાવ્યું હતું કે તેમણે ૨૪ રાજ્યો અને આઠ મહાનગરોમાંથી ૬૬.૯ કરોડ લોકો અને ખાનગી સંસ્થાઓના અંગત અને ગોપનીય ડેટાની ચોરી, કબજાે અને વેચાણ કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આરોપી વિનય ભારદ્વાજ પાસેથી એજ્યુકેશન-ટેક્નોલોજી સંસ્થાઓના વિદ્યાર્થીઓનો ડેટા મળ્યો છે. રીલીઝ મુજબ, તેમાં ય્જી્‌, વિવિધ રાજ્યોની રોડ ટ્રાન્સપોર્ટ સંસ્થાઓ, મુખ્ય ઈ-કોમર્સ પોર્ટલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ફિનટેક કંપનીઓ જેવી મોટી સંસ્થાઓનો ગ્રાહક/ગ્રાહક ડેટા પણ હતો. શુક્રવારે ધરપકડ કરાયેલા આરોપી ૧૦૪ કેટેગરીમાં મૂકવામાં આવેલા લગભગ ૬૬.૯ કરોડ વ્યક્તિઓ અને સંગઠનોના ખાનગી અને ગોપનીય ડેટા વેચતો હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓના કબજામાં રહેલા કેટલાક મહત્વપૂર્ણ ડેટામાં સંરક્ષણ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, પાન કાર્ડ ધારકો, ધોરણ ૯, ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, દિલ્હીના વીજળી ગ્રાહકો, ડી-મેટ ખાતાધારકો, વિવિધ વ્યક્તિઓની વિગતોનો સમાવેશ થાય છે. દ્ગઈઈ્‌ના વિદ્યાર્થીઓ, શ્રીમંત વ્યક્તિઓ, વીમા ધારકો, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધારકોનો ડેટા અને મોબાઈલ નંબર સામેલ છે. પોલીસે બે મોબાઈલ ફોન અને બે લેપટોપ અને સરકારી, ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિઓની સંવેદનશીલ માહિતી ધરાવતો એકસોથી વધુ કેટેગરીના ડેટા જપ્ત કર્યા છે. આરોપી હરિયાણાના ફરીદાબાદમાં ઈન્સ્પાયરવેબ્ઝ નામની વેબસાઈટ દ્વારા ઓપરેટ કરતો હતો અને ‘ક્લાઉડ ડ્રાઈવ લિંક્સ’ દ્વારા ગ્રાહકોને ડેટા વેચતો હતો. પોલીસે બે મોબાઈલ ફોન, બે લેપટોપ અને સરકારી, ખાનગી સંસ્થાઓ અને વ્યક્તિઓની સંવેદનશીલ માહિતી જપ્ત કરી છે.
કેવી રીતે લીક થાય છે ડેટા/.. જેમાં ઈનસાઈડર ડેટા લીંકઃ કોઈ કર્મચારી જાણીને થર્ડ પાર્ટી સાથે ડેટા શેર કરે છે…, એક્સિડેન્ટલ ડેટા લીંકઃ હેકર્સ કોઈ કંપનીના નેચવર્ક સિસ્ચમને એક્સેસ કરે છે…, અવેરનેસની ઉણપઃ સાઈબર ક્રિમિનલ્સ ફિશિંગ અને ર્ં્‌ઁ સ્કેમથી ડેટા લીક કરી દે છે… કેટલા પ્રકારના હોય છે યુઝર ડેટા?.. જેમાં ૧.પર્સનલ ઈન્ફોર્મેશનઃ નામ, ઈમેલ આઈડી, ફોન નંબર અને સરનામુ , ૨. ડેમોગ્રાફ્રિક ડેટાઃ ઉંમર, જેન્ડર, એજ્યુકેશન લેવલ, ધંધો , ૩. બિહેવિયરલ ડેટાઃ વેબસાઈટ વિઝિટ, બ્રાઉસિંગ હિસ્ટ્રી, ક્લિક્સ અને કૂકીઝ , ૪. લોકેશન ડેટાઃ ફિઝિકલ લોકેશન, સરનામુ, જીપીએસ , ૫. ડિવાઈસ ડેટાઃ ડિવાઈસ ટાઈપ, ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર વર્ઝન અને ૬. પેમેંટ ડેટાઃ બિલિંગ એડ્રેસ, કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર…. ડેટા શું છે?.. તે જાણો.. ડેટા શું છે તે પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે. વપરાશકર્તા ડેટામાં વિવિધ પ્રકારની માહિતીનો સમાવેશ થાય છે. જેમ કે વપરાશકર્તાનું નામ, જન્મ તારીખ, પાસવર્ડ, મોબાઈલ નંબર, વપરાશકર્તા નામ, સ્થાન, સરનામું, એકાઉન્ટ નંબર, તેમની પ્રવૃત્તિઓ પ્રત્યે વપરાશકર્તાની વર્તણૂક અને કૂકીઝની ડેટામાં સામેલ થાય છે. ડેટાનો દુરુપયોગ કેવી રીતે થાય છે?.. તે જાણો.. અલગ-અલગ ડેટાના આધારે અલગ-અલગ છેતરપિંડી થાય છે. ઉદાહરણ તરીકે, જાે સાયબર અપરાધીઓને તમારો ફોન નંબર, જન્મ તારીખ અને જાે લોકેશન ડેટા મળે છે, તો તેના આધારે સાયબર અપરાધીઓ તમારા વર્તનને ટ્રેક કરવાનું શરૂ કરે છે. તમારી એક ભૂલ અને તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે… શું તમારો ડેટા પણ લીક થયો છે? આ રીતે જાણો… જાે તમને લાગે છે કે તમારી માહિતી ડેટા લીકમાં સામેલ છે, તો તમે આ વેબસાઇટ પરથી જાણી શકો છો. રંંॅજઃ//રટ્ઠદૃીૈહ્વીીહॅુહીઙ્ઘ.ર્ષ્ઠદ્બ/ તે સ્વતંત્ર સુરક્ષા સંશોધક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેને ખોલો અને તમારું ઈમેલ આઈડી દાખલ કરો અને આ વેબસાઈટ તમને જણાવશે.


Share to