November 21, 2024

વૃક્ષો વાવવા નો નવો ટ્રેન્ડ…. સવાલ એ છે કે વૃક્ષો રોપવા જરૂરી કે વૃક્ષો નું જતન જરૂરી?

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

ઝઘડીયા તાલુકામાં અત્યારસુધીના ૭૧ વનમહોત્સવોમાં રોપાયેલા વૃક્ષો પૈકી કેટલા પરિપકવ થયા?!…
ખાલી સોં બાજી કરતા નેતા અભિનેતા….

કે પછી ફક્ત ફોટા પડાવવા કાર્યક્રમો યોજાય છે ?! આ બાબતે મોટો એક પ્રશ્નાર્થ સર્જાયો છે…

પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું મહત્વનું યોગદાન હોય છે.આજે આપણે જોઇએ છીએ કે દરરોજ ખુબ મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યુ છે.વનવિભાગ દ્વારા વારંવાર વન મહોત્સવો યોજાતા હોય છે.આવા કાર્યક્રમોમાં સંખ્યાબંધ વૃક્ષો રોપાતા હોય છે.ઝઘડીયા તાલુકામાં પણ આગામી ૩૦ મી તારીખના રોજ ઝઘડીયાની એક કંપનીમાં ૭૨ મો વન મહોત્સવ ઉજવવામાં આવશે એવુ સાંભળવા મળ્યું છે ત્યારે આવાનર મહોત્સવનો ક્રમાંક ૭૨ મો છે,ત્યારે આની પહેલા ૭૧ વન મહોત્સવો યોજાઇ ગયા એ વાત તો નક્કી જ ગણાય ! આ બધા વન મહોત્સવોમાં સંખ્યાબંધ વૃક્ષો રોપાયા હશે એ વાત પ્રસંશનીય ગણાય.પરંતુ એ રોપેલા વૃક્ષો પૈકી કેટલા વૃક્ષો ઉછર્યા?તે બાબતે પણ વિચાર વિમર્શ જરુરી ગણાય.વન વિભાગ પાસે અત્યાર સુધીમાં આવા કાર્યક્રમોની પુરી આંકડાકીય વિગત તો હશેજ,અને કયા સ્થળે અને કેટલી સંખ્યામાં વૃક્ષો રોપાયા હતા તેમજ તેમાંથી કેટલા છોડની કાળજી લેવાઇને છોડ પરિપક્વ થયા? આવા પ્રશ્નો જનતામાં ચર્ચાઇ રહ્યા હોવાની વાતો જાણવા મળી છે.કે પછી વન મહોત્સવોમાં વૃક્ષારોપણ ફક્ત ફોટા પડાવવાજ કરવામાં આવે છે?આ બાબતે પણ જનતામાં સવાલો ઉઠવા પામ્યા છે…..


Share to

You may have missed