December 8, 2024

મીડિયા સરકારનું સમર્થન કરે એ જરૂરી નથી, સ્વતંત્ર પ્રેસ જરૂરી, સુપ્રીમ કૉર્ટનો નિર્દેશ

Share to


(ડી.એન.એસ) નવીદિલ્હી,તા.૦૫
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાની પીઠે ’મીડિયા વન’ના પ્રસારણ પર સુરક્ષાના આધાર પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના ર્નિણયને જાળવી રાખવા સંબંધે કેરળ ઉચ્ચ ન્યાયાલયનો આદેશ રદ કરી દીધો છે. મીડિયા વન ચેનલ પર લાગેલા પ્રતિબંધને સુપ્રીમ કૉર્ટે ખસેડી લીધા છે. આની સાથે સરકારને ફટકાર પણ લગાડી છે. ઉચ્ચતમ ન્યાયાલયે બુધવારે કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે દેશમાં આઝાદ મીડિયા જરૂરી છે. સુપ્રીમ કૉર્ટનું કહેવું છે કે સરકારની નીતિઓ વિરુદ્ધ ચેનલના વિવેચનાત્મક વિચારોને દેશ વિરોધી ન કરી શકાય કારણકે મજબૂત લોકતંત્ર માટે સ્વતંત્ર પ્રેસ જરૂરી છે. ખાસ વાત એ છે કે આ પહેલા કેરળ હાઈકૉર્ટ તરફથી કેન્દ્ર સરકારના ર્નિણયને જાળવી રાખવામાં આવ્યો હતો. સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય તરફથી આદેશ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં ચેનલના લાઈસન્સને રિન્યૂ કરવાની ના પાડી દેવામાં આવી હતી. આ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપ્યો હતો. હવે સુપ્રીમ કૉર્ટે તથ્યો વગર ’હવામાં’ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી દાવા કરવાને લઈને સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી પીઠે ’મીડિયા વન’ના પ્રસારણ પર સુરક્ષા આધાર પર પ્રતિબંધ લગાડવાના કેન્દ્રના ર્નિણયને જાળવી રાખવા સંબંધે કેરળ ઉચ્ચ ન્યાયાલયના આદેશને રદ કરી દીધો છે. સીજેઆઈ ચંદ્રચૂડની આગેવાની વાળી બેન્ચે કહ્યું, “એવું કંઈ નથી મળ્યું, જે આતંકવાદી તાર સાથે જાેડાયેલું હોય. હવામાં રાષ્ટ્રીય સુરક્ષાના દાવા ન કરી શકાય. જાેવા મળ્યું છે કે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે આ પગલું વિચાર્યા વગર ઉઠાવ્યું છે.”કોર્ટનું કહેવું છે કે સરકારની ટીકાને કારણે ટીવી ચેનલનું લાયસન્સ રદ ન કરી શકાય. બેન્ચે કહ્યું, “સરકારને આ મત રાખવાની પરવાનગી ન આપી શકાય કે પ્રેસએ સરકારનું સમર્થન કરવું જરૂરી છે તેમણે કહ્યું, “એક ગણરાજ્ય લોકતંત્રને મજબૂતીથી ચાલવા દેવા માટે સ્વતંત્ર પ્રેસની જરૂર છે. લોકતાંત્રિક સમાજમાં આની ભૂમિકા મહત્વની છે.” સુપ્રીમ કૉર્ટે કહ્યું, “બઘા ઈન્વેસ્ટિગેટિવ રિપૉર્ટ્‌સને ગોપનીય ન કહી શકાય, કારણકે આ નાગરિકોના અધિકારો અને આઝાદીને પ્રભાવિત કરે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા મીડિયા વન ટીવીને સુરક્ષા મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જે પછી માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ ચેનલના બ્રોડકાસ્ટ લાઇસન્સને રિન્યૂ કરવાનો ઇનકાર કર્યો હતો. ૯ ફેબ્રુઆરીના રોજ કંપનીએ કેરળ હાઈકોર્ટમાં આ ર્નિણય વિરુદ્ધ સિંગલ બેન્ચમાં અરજી દાખલ કરી હતી, જેને કેરળ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. આ પછી, કંપનીએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી અને આ અંગે તેમનો જવાબ માંગ્યો હતો. જેના પર કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા વકીલે કોર્ટને સીલબંધ કવરમાં પોતાનો પક્ષ આપ્યો હતો. આ અંગે નારાજગી વ્યક્ત કરતાં કોર્ટે કહ્યું હતું કે, “સીલબંધ કવરમાં તમારો જવાબ આપવો એ ન્યાય મેળવવા માંગતા અરજદારને અંધારામાં લડવા માટે છોડી દેવા સમાન છે અને તે કુદરતી ન્યાયના સિદ્ધાંતની પણ વિરુદ્ધ છે.


Share to