December 26, 2024

ફેંસલાના વાંકે ૭૭ ટકા કેદીઓ જેલમાં સબડે છેઃ કેસોના નિકાલ મામલે ગુજરાત દેશમાં ૪થા ક્રમે

Share to


(ડી.એન.એસ)નવીદિલ્હી, તા.૦૫
દેશની જેલોમાં અન્ડર ટ્રાયલ વિચારાધીન એટલે કે કાચા કામના કેદીઓની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો બલકે વધી રહ્યો છે. ન્યાય તંત્રની સીસ્ટમમાં ખામીના કારણે આવા કેદીઓની સંખ્યા વધી રહી છે. ઈન્ડીયા જસ્ટીસ રિપોર્ટ ૨૦૨૨ના અનુસાર વર્ષ ૨૦૨૧ ડિસેમ્બર સુધીના આંકડાના આધારે ૭૭ ટકા કેદી વિચારાધીન છે, મતલબ કે આ કેદીઓ તપાસ કે કેસ પુરો થવાની રાહ જાેઈ રહ્યા છે. આ સંખ્યા વર્ષ ૨૦૨૦માં ૭૬ ટકા અને વર્ષ ૨૦૧૯માં ૬૯ ટકા હતી. રિપોર્ટ અનુસાર ન્યાય આપવાના ધોરણો પર કર્ણાટક પ્રથમ અને ઉત્તરપ્રદેશ ૧૮માં ક્રમે છે જયારે ગુજરાત ચોથા ક્રમે છે. એકના ચોથા ભાગના કેસો પાંચ વર્ષથી વિલંબીતઃ ૨૮ રાજયોના આંકડાના આધાર પર ન્યાયપાલિકામાં પેન્ડીંગ (વિલંબીત) કેસનો હવાલો આપતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલગ અલગ ઉચ્ચ ન્યાયાલયોમાં ચારમાંથી એક મામલો પાંચ વર્ષથી વધુ સમયથી પેન્ડીંગ છે. નિકાલનો દર ઘટયોઃ વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૨ દરમિયાન અદાલતી કેસોની સંખ્યા ૪.૧ કરોડ થઈ ગઈ છે. જેમાં ૬૯ ટકા આપરાધીક કેસ છે. જિલ્લા અદાલતોમાં સરેરાશ કેસોમાં નિકાલ કરવાના દરમાં ૩.૬ ટકા ઘટાડો થયો છે.ખાલી જગ્યાઓ મોટી સમસ્યાઃ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરેરાશ રાજયોમાં ઉચ્ચ ન્યાયાલયના સ્તરે ન્યાયિક જગ્યાઓ ૨૯.૮ ટકા રહી અને જિલ્લા અદાલતોમાં રૂા.૭ ટકા ન્યાયિક પદો ભરાયા નથી. આ કમી પણ બહાર આવીઃ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો, પોલીસ અધિકારીઓ વચ્ચેની જગ્યાઓ લગભગ ૪૦ ટકા આસપાસ છે. રાષ્ટ્રીય સ્તર પર કાનૂની સહાયતા કલીનીકની સંખ્યામાં ૪૪ની કમી છે. મોટા રાજયોની રેન્કીંગ જાહેરઃ રિપોર્ટમાં ન્યાયના પસંદગીના ધોરણોના આધારે રેન્કીંગની જાહેરાત થઈ છે. કર્ણાટકે એક કરોડથી વધુ વસ્તી વાળા ૧૮ મોટા અને મધ્યમ રાજયોમાં પોલીસ, ન્યાયપાલિકા, જેલ અને કાનુની સહાયતાના આધારે શીર્ષ રેન્ક મેળવ્યો છે. તામિલનાડુ બીજા ક્રમે અને તેલંગાણા ત્રીજા ક્રમે છે. ગુજરાત ચોથા ક્રમે, આંધ્રપ્રદેશ પાંચમા ક્રમે ઝારખંડ સાતમા ક્રમે અને ઉતરાખંડ ૧૪મા ક્રમે છે.


Share to

You may have missed