December 23, 2024

ઝઘડિયા જીઆઈડીસી સ્થિત દધેડા ગામ નજીક આવેલ તળાવમાં કેમિકલ યુક્ત માટી ઠાલવતા હોવાની લોકચર્ચા..

Share to

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા જીઆઈડીસી ના મધ્ય માં આવેલ દધેડા ગામ પંચાયત ની હદમાં મોટી સંખ્યામાં ઔધોગિક એકમો આવેલ છે જેમાં કોઈક ઔદ્યોગિક એકમ દ્વારા કેમિકલ યુક્ત માટી તળાવની પાળ ઉપર નાંખી હોઈ તેમ જાણવા મળયુ હતું

દધેડા ગામ તળાવ પાસે ઔધોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત માટી અગાઉ પણ આજ જગ્યા ઉપર ઠાલવવામાં આવતી હોઈ તેવા કિસ્સા બહાર આવ્યા હતા..જે વિવાદાસ્પદ ચર્ચાનો વિષય બન્યો હતો સ્થાનિક લોકચર્ચા મુજબ ભરૂચ એન્વાયર ઈનફય્લુન્ટ લિમિટેડ સંગ્રહ કરતી કંપનીમાં ઔદ્યોગિક એકમો મોટા ચાર્જ થી બચવા માટે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી હોઈ છે આવી કંપનીઓ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈ આવી પ્રકારની પ્રવૃત્તિ ને અંજામ આપી રહી છે .. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ઝગડીયા જીઆઈડીસી એસોસિયેશન પણ પ્રોત્સાહન આપી રહ્યું હોઈ તેમ GPCB ઉદ્યોગોને બેફામ પ્રદુષણ ફેલાવાની ખુલ્લી છૂટ આપી તેઓ ને છાવરી તેઓ ઉપર લગામ લગાવામાં નિષ્ફડ સાબિત થઈ રહ્યું છે..

ત્યારે આ બાબતે દધેડા ગ્રામ પંચાયત ના હોદેદારો GIDC માં લાગેલ સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરાવે તો જે તે એકમો દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે તેની પોલ ખુલી શકે એમ છે…જેથી આ અંગે ગ્રામજનો અને જાગૃત બુદ્ધિજીવી નાગરિકો દ્વારા આ બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે પગલાં ભરશે તેમ લોકચર્ચાએ પણ જોર પકડ્યું હોઈ તેમ જાણવા મળી રહ્યું છે…


Share to

You may have missed