December 22, 2024

મકાન ભાડે આપી જાહેરનામાનો ભંગ કરનાર. નેત્રંગ નગર ૨ મકાન  સામે ગુનો નોંધાયો.

Share to

નેત્રંગ. તા.૨૨-૧૨-૨૪

નેત્રંગ પોલીસ દ્રારા મકાન ભાડુઆત સંબંધીત જાહેરનામાનો ભંગ કરનાર કેટલાક મકાન માલિકો વિરૂધ્ધ ગુના દાખલ કરવાની કામગીરી હાથ ધરી છે.
નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીઆઇ આર સી વસાવાની સુચનાથી જાહેરનામાનો ભંગ કરનારા મકાન માલિકો સામે કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે. નેત્રંગ પોલીસ ની ટીમે નેત્રંગ નગરમા તપાસ હાથ ધરી હતી,
જેમા નોંધણી વિના અન્યને મકાન તેમજ દુકાનો ભાડે આપેલ હોય તેવા મકાન અને દુકાન માલિક સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
જાહેરનામાનો ભંગ બાબતે નેત્રંગ પોલીસ થકી હાલમાં કામગીરી ચાલી રહી છે,મકાન માલિકોએ ભાડુઆત ની નોંધ પોલીસ સ્ટેશનમા કરાવી ન હતી, જેઓની સામે કાયદેસર ની કાર્યવાહી ગુનોં નોંધવામા આવેલ છે. જેમા નેત્રંગ નગરમા બે મકાન માલિકો જેમા (૧ ) હિતેન કુમાર ડાહ્યાભાઈ પટેલ( રહે બેડોલી તા.નેત્રંગ ) (૨) રાજેશભાઈ સોહનલાલ શાહ ( રહે જવાહરબજાર, નેત્રંગ )
વિરૂધ્ધ ગુના નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે, નેત્રંગ પોલીસે જાહેરનામાના ભંગ બાબતે કડક હાથે કામગીરી શરૂ કરાતા પ્રરપાંતીય ના લોકોને મકાન તેમજ દુકાનો ભાડે આપનારા ઓમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed