December 23, 2024

નેત્રંગ નગર સહિત પંથક ભરમા ચાલતી હનુમાન જયંતી તડામાર તૈયારીઓ.

Share to



પ્રતિનિધિ દ્રારા નેત્રંગ, તા,૦૩-૦૪-૨૦૨૩.

નેત્રંગ નગર સહિત પંથક ભરમા હનુમાન જયંતી ભવ્ય ઉજવણી માટે ભાવિકભકજનનો થકી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ચૈત્ર સુદ પુનમને ગુરૂવાર ને તા,૬ એપ્રિલ ના રોજ હનુમાન જયંતીને લઈ ને નગર મા જીનબજાર ખાતે આવેલ ટેકરા વાળા  હનુમાનજી મંદિરે શ્રી કંકેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ  ( રાધાકૃષ્ણ મંદિર ) હનુમાનજી જયંતીને લઈ ને સવાર ના દસ કલાકે હનુમાન ચાલીસા ના પાઠ થશે અને અગિયાર કલાકે મહા આરતી તેમજ મહાપ્રસાદ થશે. જ્યારે લાલમંટોડી ખાતે આવેલ હઠીલા હનુમાનજી મંદિરે પણ સવાર ના ભજનકિઁતન તેમજ હનુમાન ચાલીસાના પાઠ થશે અગિયાર કલાકે મહાપ્રસાદી નો કાયઁકમ રહેશે.
વિજય નગર ગામે આવેલ અલખધામ ખાતે  ભકિત સ્ટીલ પરીવાર  નેત્રંગ તરફ થી ૧૦૮ હનુમાન ચાલીસા હોમાત્મક સવારે અગિયાર કલાકે , હનુમંતની ધજા આરોહણ બપોરે ૧૧ . ૪૫ કલાકે , શ્રી ફળ હોમવાનો સમય સાંજે ૫ . ૩૦ કલાકે તેમજ મહાપ્રસાદ સાંજે ૭ કલાકે તેમજ રાત્રિ ના ભજનકિઁતન રહેશે.
શણકોઇ તેમજ વણખુંટા ગામે આવેલ દાદાના પૌરાણિક મંદિરો સહિત જેસપોર, કોચબાર, મૌઝા, ભોટનગર, ઝરણાવાડી, કુરી, મોટામાલપોર. વિગેરે પંથક ના ગામે ગામ હનુમાનજી ભક્તો થકી જયંતી ઉજવણીને લઈ ને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed