_જૂનાગઢ ના હાર્દિકભાઈ ઉદાણીના ૧૨,૦૦૦/- રૂપીયા રોકડા ATM કાર્ડ અગત્યના દસ્તાવેજોનું પાકીટ ખોવાય જતા જૂનાગઢ પોલીસે શોધીને અરજદારને માત્ર ૨ કલાકમાં સહિ સલામત પરત અપાવ્યું

Share to
💫 *_૧૨,૦૦૦/- રોકડ રૂપીયા તથા અગત્યના દસ્તાવેજ સાથેનુ પર્સ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાથી ફ્ક્ત ૨ કલાકમાં બી ડીવીઝન અને નેત્રમ શાખા દ્રારા શોધી આપેલ._*

💫 _હાર્દિક ભરતભાઇ ઉદાણી વ્યવસાયે કોમ્પ્યુટરનુ કામકાજ કરતા હોય અને વણઝારી ચોક ખાતે રહેતા હોય, પોતાના અંગત કારણથી કાળવા ચોક ગયેલ હોય અને પરત પોતાના ઘરે જતા હોય ઘરે પહોંચ્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમના ખીસ્સામાં રાખેલ પાકીટ ક્યાંક ગુમ થયેલ, *પાકીટમાં ૧૨,૦૦૦/- રૂપીયા રોકડા તથા આધાર કાર્ડ, પાન કાર્ડ, ATM કાર્ડ વીગેરે જેવા અગત્યના દસ્તાવેજો પાકીટમાં હોય,* આ બાબતની જાણ જૂનાગઢ શહેરના બી ડીવીઝન પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.શાહને કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એન.એ.શાહ દ્રારા જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા બી ડીવીઝન તથા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

💫 _જૂનાગઢ રેન્જના *આઈજી શ્રી મયંકસિંહ ચાવડા* તથા જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, *પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

💫 _જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. એચ.એસ.ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝનના પી.આઇ. એન.એ.શાહ, હેડ કોન્સ. ભનુભાઇ ઓડેદરા, પો.કોન્સ. જેઠાભાઇ કોડીયાતર, દીનેશભાઇ જીલડીયા નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.હેડ કોન્સ. રામશીભાઇ ડોડીયા, ચેતન સોલંકી સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી હાર્દિકભાઇ જે સ્થળેથી પસાર થયેલ તે સ્થળના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા હાર્દીકભાઇના ટુ વ્હીલની પાછળની સીટમાં કોઇ વ્યક્તિ બેઠેલ, તેની હિલચાલ શંકાસ્પદ લાગતા વિગતવાર ફૂટેજ ચેક કરેલ, તે વ્યક્તિ કોણ છે? તેવુ પુછતા હાર્દિકભાઇએ જણાવેલ કે તે વ્યક્તિ અજય મનીષભાઇ ચુડાસમાં કડીયા કામ કરતો હોય અને તેમના પાડોશમાં રહેતા હોય અને અજય કાળવા ચોકમાં ચાલીને જતા હોય જેથી તેમને ઘરે આવવા માટે લીફ્ટ આપેલ હતી. જેનીલી શોપીંગ સેન્ટર સામે *અજય ચુડાસમાં દ્રારા હાર્દિકભાઇના પાછળના ખીસ્સામાં રાખેલ પાકીટ નીકાળી અને રસ્તા ઉપર ફેકીં દીધેલ અને પોતે પણ આગળથી ઉતરી ગયેલ, અને ફેકેલ પાકીટ લઇ લીધેલાનુ CCTV ફૂટેજમાં સ્પષ્ટ નજરે પડેલ.* અજય ચુડાસમાંને પોલીસ સ્ટાફ દ્રારા પૂછપરછ કરેલ પરંતુ પોતાને આ વાતની ખબર ના હોય તેવુ જણાવેલ. પોલીસ દ્રારા યુક્તિ પ્રયુક્તિથી પૂછ પરછ કરતા પોતાની પાસે આ પાકીટ હોવાનુ સ્વીકારેલ, અરજદાર હાર્દીકભાઇને પોલીસ દ્રારા ફરીયાદ કરવા બાબતે સમજ આપેલ પરંતુ હાર્દીકભાઇ દ્રારા જણાવેલ કે પોતાના પાડોશી હોય અને તેમના વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરવા માંગતા નથી. પોલીસ દ્રારા પણ અજય ચુડાસમાંને ઠપકો આપેલ અને પ્રામાણીકતાથી રૂપીયા કમાવવાની સમજ આપેલ અને ફ્ક્ત ૨ કલાકમાં જ હાર્દીકભાઇનુ રોકડ રૂ. ૧૨,૦૦૦/- તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહીતનુ પર્સ હાર્દીકભાઇને પરત આપેલ._

💫 _જૂનાગઢ નેત્રમ શાખા તથા બી ડીવીઝન પોલીસ સ્ટાફ દ્વારા *રોકડ રૂ. ૧૨,૦૦૦/- તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહીતનુ પર્સ ફ્ક્ત ૨ કલાકમાં સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી હાર્દીકભાઇ ઉદાણી પ્રભાવિત થયેલ અને ખુબજ ભાવુક થઇ ગયેલ હતા અને તેમણે જણાવેલ કે તેમનુ પર્સ તેમને પરત મળશે તેવી આશા છોડી દીધેલ અને બી ડીવીઝન તેમજ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો…*_

💫 _જૂનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી* દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) અને બી ડીવીઝન પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, *જૂનાગઢ પોલીસ દ્વારા હાર્દીકભાઇનુ રોકડ રૂ. ૧૨,૦૦૦/- તથા અગત્યના ડોક્યુમેન્ટસ સહીતનુ પર્સ ફ્ક્ત ૨ કલાકમાં સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે..*_

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to