November 22, 2024

ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામે તસ્કરોએ બાઈક વ્હીલ તેમજ અન્ય વાહનો ના બેટરીઓ કાઢી રફુચક્કર..

Share to

ઝગડીયા 23-03-2023

હોમગાર્ડ જવાનોને રાત્રી દરમિયાન શુ ઊંઘ કાઢવા માટે જ મેહનતાણું આપવામાં આવે છે ?

ઝગડીયા તાલુકામાં ચોરીની ઘટનાઓ અગાઉ પણ બની ચુકી છે જેમાંથી કેટલાય ગુના હજુ પણ વનઉકેલાયેલા...

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના વેપારી મથકો ગણાતા ઝઘડિયા,રાજપારડી,ઉમલ્લા જેવા નગરોમાં ઘણીવાર ચોરોએ તરખાટ મચાવ્યો છે જેમાં સોના ચાંદી ઘરવખરી તેમજ ખેતીમાં વપરાતા સાધનો અને વાહનોના સ્પેરપાર્ટ ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા છે ત્યારે ગતરોજ પણ દુમાલા વઘાપુરા ગ્રામપંચાયતમા આવેલ રંગસૂર્ષ્ટિ સોસાયટી મા એક બાઈક નું ટાયર અને હેડલેમ્પ નું કવર અને ટ્રેકટર માંથી બેટરી કાઢી તસ્કરો ફરાર થઈ ગયા હોવાના વાવળ મળ્યા છે જોકે આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ કોઈ પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં તે સ્પષ્ટ નથી.. ચોરોએ એક બાઈક ને નિશાન બનાવતા તેમાંથી આગળના વિહીલ અને બાઈકના હેડલેમ્પ ના કવરને કાઢી અને બીજા વાહનો ને પણ નિશાન બનવતા રહીશો મા ફફડાટ ફેલાઈ ગયો હતો…

પરંતુ સવાલ એ છે કે મોટી સંખ્યામા રાત્રિ દરમિયાન હોમગાર્ડ તેમજ પોલીસ જવાનો ધોરીમાર્ગ ઉપર ઉમલ્લા ચારરસ્તા ઉપર તથા ઉમલ્લા બજારમાં પહેરો આપતા અને પેટ્રોલિંગ માટે મુકવામાં આવ્યા છે.. ત્યારે ઘરો પાસે પાર્ક કરેલ બાઈક તેમજ અન્ય મોટા સાધનોમાંથી બેટરી ચોરી કરી ગઠીયા ફરાર થઈ જતા આજે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે વાત કરવામાં આવે તો રાત્રિ દરમિયાન હોમગાર્ડ જવાનો બજાર અને અન્ય જગ્યાઓ પર પોઇન્ટ આપેલા છે

હોમગાર્ડ જવાનો તેઓના સમય પર ફરજ પર આવેતો છે પરંતુ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ અને ગલી ફળિયા મા રાઉન્ડ નથી મારતા હોતા અને પોતાની શુ ફરજ છે તે ભૂલી મજાની નિંદ્દર માનતા જોવા મળે છે તેમ લોખમુખે ચર્ચાઈ રહ્યું છે … ત્યારે રાત્રી દરમિયાન ચેકીંગ ના કરતા માત્ર ગપ્પા મારતા વ્યસ્ત હોતા હોઈ છે આવાજ બેદરકારીનો લાભ ઉઠાવી તસ્કરો હાથ સાફ કરી જતા હોઈ છે આ બાબતે મોટી સઁખ્યા મા હોમગાર્ડ જવાનો ઘણા પોઇન્ટ ઉપર તેનાત કરવામાં આવ્યા છે અને તેઓ ની કામગીરી કોઈ ચકાસતું નથી

પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ માત્ર અમુક જ વખત રાઉન્ડ પર હોય છે ત્યારે આવા ગઠિયાઓ તંત્ર ની નિષકાળજી નો લાભ ઉઠાવી લોકો ની મહામૂલી વસ્તુ ઘરવખરી તેમજ સોના ચાંદીના ઘરેણા સહિત અન્ય મોંઘી ઘાટ ચીજ વસ્તુઓ ગુમાવવાનો વારો આવે છે ત્યારે લોકોને સાવચેતી સલામતી રક્ષણ માટે મુકેલ આ હોમગાર્ડ જવાનોને શુ માત્ર રાત્રી દરમિયાન ઊંઘ કાઢવા માટે જ મેહનતાણું આપવામાં આવે છે? ત્યારે આવા જવાનો ઉપર લાગતા વળગતા અધિકારીઓ કડક વલણ અપનાવે તે જરૂરી બની ગયું છે.. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા મહિનાઓ પહેલા પણ ઉમલ્લા પાસે આવેલ અછાલિયા અને ઝઘડિયા ગામની કેટલીક સોસાયટીઓની અંદર ચોરીની મોટી ઘટનાઓ બની ચુકી છે પરંતુ તે બાબતે હજુ ચોરો ને પકડવાના કોઈ પણ જાત ના નક્કર પગલા ભરવામાં નથી આવ્યા અને કેટલાક ચોરી ને અંજામ આપનાર ચોરોને આજ સુધી પકડવામાં પણ નથી આવ્યા.. ત્યારે ઝગડીયા તાલુકામા ચોરી ની ઘટનાઓ નો સિલસિલો યથાવત રહેતા હાલ લોકો ના ત્યાં રાખેલ ઘરવખરી પણ ક્યાંક છું થઈ જવાની દહેશત હાલ ગ્રામજનોમા સાંપડી રહી છે …


Share to