જૂનાગઢ,ઉચ્ચ કમિનરશ્રીની કચેરી શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર અને કે.સી.જી અમદાવાદ અંતર્ગત સરકારી વિનયન કોલેજ ભેંસાણ મુકામે કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રોજગારીની તકો પુરી પાડવા જાન્યુ-ફેબ્રુઆરી 2023 જોબફેર (પ્લેસમેન્ટ)
યોજાયો હતો. જેમાં કોલેજ કક્ષાના પ્લેસમેન્ટ સેલના નોડલ ઓફીસર પ્રો.ડો.સચિન જે.પીઠડીયા સાહેબે જણાવેલ કે આ જોબફેર માં ભેંસાણમાં આવેલી શ્રી રઘુરામ કૃપા સ્ટીલ અને જી.ઓ ટેલીકોમ કંપનીઓ પ્લેસમેન્ટ માટે બોલાવામાં આવેલ હતી.જેમાં કોલેજ ના સેમેસ્ટર 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જોડાયા હતા.આ ઈન્ટરીયુ માં ગ્રામીણ વિસ્તારનાં વિદ્યાર્થીઓની કૌશલ્યની ખરી કસોટી થઈ હતી.ગ્રામીણ યુવાનો કંપનીઓ માં કામ કરવા નવી તક પુરી પાડી હતી. જેમાં રઘુરામ કૃપા અનિલ આસોદરીયા સાહેબ અને જી ઓ માંથી પ્રકાશ કાલા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્લેસમેન્ટ કોલેજનાં પ્રિન્સિપાલ ડો.યોગેશ કુમાર વિ.પાઠક સરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સમગ્ર કોલેજ ના અઘ્યાપકોએ વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ જોડાવા ઉત્સાહ પુરો પાડયો હતો.સંકલન પ્લેસમેન્ટસેલ નોડલ ઓફીસર ડો સચિન પીઠડીયાએ કયુ હતુ.
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.