November 22, 2024
Share to

ઝગડીયા 03-03-2023


જીઆઇડીસીમાં છાસવારે બનતી મારામારીની ઘટનાઓથી ચિંતા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઇડીસીમાં યુપીએલ નામની કંપનીમાં કામ કરતા એક યુવકને અન્ય સાત જેટલા ઇસમોએ લાકડીના સપાટા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હોવાની ઘટના બનવા પામી છે. ઝઘડિયા જીઆઇડીસી પોલીસમાંથી મળતી વિગતો મુજબ જીઆઇડીસી ની યુપીએલ -૫ કંપનીમાં કામ કરતો ૨૧ વર્ષીય રોહિતભાઇ નરોત્તમભાઇ વસાવા રહે.નાના સોરવા તા.ઝઘડિયાના ગત તા.૨૭ મીના રોજ નાઇટ શિફ્ટમાં નોકરી કરવા આવ્યો હતો,

ત્યારે સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં ખરચી ગામનો મનિશ નામનો ઇસમ તેમજ અન્ય છ અજાણ્યા ઇસમોએ ભેગા મળીને રોહિત સાથે ગાળાગાળી કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો,તેમજ લોખંડના પાઇપ અને લાકડીના સપાટા માર્યા હતા. આ હુમલામાં રોહિતને માથાના ભાગે, બન્ને પગના નીચેના ભાગે સપાટા મારતા ચામડી ફાટી જઇને લોહીલુહાણ થયો હતો. ત્યારબાદ આ લોકોએ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉલ્લેખનીય છેકે બે દિવસ પહેલા જીઆઇડીસીમાં યુવકને માર માર્યો હોવા બાબતનો વિડીઓ સોસિયલ મિડીયામાં ફરતો થયો હતો. જીઆઇડીસી માં અવારનવાર બનતી મારામારીની ઘટનાઓને લઇને જીઆઇડીસીની કંપનીઓમાં નોકરી માટે જતા કામદારોમાં ચિંતા ફેલાવા પામી છે.

રિપોર્ટર /- સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to