November 24, 2024

ભરૂચ : સીટી બસના ડ્રાયવરો પીકઅપ સ્ટેન્ડના બદલે રસ્તા પરથી મુસાફરો બેસાડતાં હોવાનો આક્ષેપ,

Share to



રીક્ષા ચાલકોએ આવતીકાલથી અચોકકસ મુદ્દતની હડતાળની આપી ચીમકી


જ્યારથી સીટી બસ સેવાઓનો ભરૂચ જીલ્લામાં આરંભ કરવામાં આવ્યો છે તે દિવસથી સીટી બસ ચર્ચામાં છે, ભરૂચ જીલ્લામાં આગામી મહિનાથી ભરૂચના અમુક વિસ્તારો માટે સીટી બસ સેવાઓ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી. સીટી બસ સેવાઓ શરૂ કરવાનો મુખ્ય હેતુ લોકોને ઓછા વળતરે એક સ્થળથી બીજા સ્થળ પર પહોચડવાનો હતો. પરંતુ રિક્ષાચાલકોનું રોજની આવકમાં ફેરફાર થવાને કારણે રિક્ષાચાલકોએ ગત મહિને નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો.

ગત મહિને સીટી બસો તેના સ્ટોપેજ કર્તા વધુ સ્ટોપેજ પર ઊભી રહેતી હોવાના આક્ષેપો સાથે રિક્ષાચાલકો રોષે ભરાયા હતા જેથી તે અંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખને પણ રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે સીટી બસ સેવાઓ બંધ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી અને તે અંગે વહેલી તકે નિરાકરણ આવે તે આશા રાખી રહ્યા હતા.

તે વાતને લગભગ 25 થી 26 દિવસ પૂરતા થવાને આરે છે અને તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ન ધરતા રિક્ષા ચાલકો ફરી એકવાર રોષે ભરાયા છે. જ્યાં સુધી તેઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આજના રાત્રીથી નિર્ણય સુધી હડતાળ પર ઉતરશે તેવી ચીમકી રિક્ષાચાલકો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.


રિપોર્ટર:-કાદર ખત્રી


Share to

You may have missed