November 21, 2024

રાજપારડી ઉમલ્લા ઝગડીયા સહિત તાલુકામાં વિજકચેરી ઓ દ્વવારા પાવર ના ધાંધિયા..

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા

વરસાદ નો છાંટો પડયો નથી કે પાવર ગયો સમજો….

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકા માં આવેલ રાજપારડી ખાતે DGVCL દ્વારા લોકો માનો હવે ત્રાહિમામ પોકારી ગયા છે….
રાજપારડી સબ સ્ટેશન ખાતે ચોમાસા દરમિયાન અવારનવાર વીજ પુરવઠો બંધ થવાના સન્જોગો માં રાજપારડી ઉમલ્લા સહિત અનેક વિસ્તારમાં આવતા નાના ગામો રાજપારડી GEB ના અંધેર વહીવટ થી ત્રાસી ગયા છે…

અનેકો વાર આજની આજ પરિસ્થિતિ રહેતા વેપારી, નાના દુકાનદાર, અને બેન્ક,સહિત અન્ય સરકારી કચેરીઓ માં આવતા ગ્રહકો ને પણ પાવર ના હોવાના કારણે તેઓ ના કામ કાજ અટવાઈ જતા હોઈ છે…તો બીજી તરફ પાવર આવ જાવ ની સ્થિતિ માં કેટલાય લોકો ના ઇલેક્ટ્રોનિક સાધનો માં અનેકો વાર ફૂંકાઈ જવા બંધ થઈ જેવી ખામીઓ સર્જાતા લોકો ને નુકસાની વેઠવાનો વારો આવે છે તે પણ વીજ કચેરી છે કે આંખે પટ્ટી બાંધી અંધેર વહીવટ ચલાવ્યાજ કરે છે ..સવાલ એ ઉધભવે છે કે DGVCL દ્વવારા દરેક વખતે પ્રિ મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તો વરસાદ પડતાની સાથેજ કેમ વિજપુરવઠો બંધ થઈ જાય છે અથવા બંધ કરી દેવાની ફરજ પડે છે.?.. DGVCL ના કર્મચારીઓ કેવી કામગીરી કરે છે તો વિજપુરવઠો બન્ધ થઈ જાય છે….?


હાલ તો અહીંના સ્થાનિક લોકો ને ક્યારે રાહત મળશે અને વિજ કચેરીઓ ક્યારે વિજપુરવઠો સમયસર આપે છે તે તો આવનારો સમય જ બતાવસે….


Share to

You may have missed