November 22, 2024

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી THERMAX કંપનીના પ્લાન્ટની અંદર માંથી ગેરકાયદેસર માટીનું બહાર નિકાલ કરતાં હોવાની લોકચર્ચા…

Share to

ઝગડીયા -28-02-2023

ઉદ્યોગો માથી નીકળતી માટી જાહેરમાં નાખતા તે કેમિકલ યુક્ત હોવાથી ખેતી અને પશુ પક્ષી માટે ઘણી વાર હાનિકારક હોઈ છે..

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના GIDC સ્થિત THERMAX કંપની માંથી માટી ખોદકામની ફરિયાદ ઉઠવા પામી છે ઝઘડિયા જીઆઇડીસી માં કેટલી કંપનીઓ દ્વારા ભૂતકાળમાં કેમિકલ યુક્ત માટીનો નિકાલ જે તે ગામની સીમમાં અને જાહેરમાં કરવામાં આવ્યો હોવાની લોક ફરિયાદો ઉઠવા પામી હતી જોકે ફરીથી કેટલી કંપનીઓ દ્વારા આવી જ માટીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાની લોક ફરીયાદ નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ પ્લોટ નંબર 903 માં આવેલી THERMAX limited camical unit -01 મા કંપની ના પાછળ ના ભાગ માંથી દીવાલ તોડી ત્યાંથી પાછડ ના ભાગ મા ઝગડીયા નોટિફાઇડ વિસ્તારમા જંગલવાળા ભાગમા આ માટી પોતાના પ્લાન્ટ માંથી ખોદીને ત્યાં હાયવા ટ્રક ના ઉપયોગ થી નાખવામાં આવી રહી છે લોક ફરિયાદ મુજબ આ માટી કદાચ કેમિકલ યુક્ત પણ હોઈ શકે છે! તેવી શંકા સેવાઈ રહી છે આ મામલે કંપની ના સતાધિસો સાથે પૂછપરછ કરતા કંપની દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી તેમ જાણવા મળ્યું છે

ત્તયારે આ મામલે જાગૃત નાગરિકો દ્વારા નોટિફાઇડ વિસ્તારના ચીફ ઓફિસરને આ મામલે પૂછપરછ કરવામાં આવતા તેમને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અમે THERMAX કંપનીને કોઈ પણ જાતનો માટી પુરાણ કે જંગલ કાપવા માટેની મંજૂરી આપી નથી અને THERMAX કંપની દ્વારા આ બાબતે નોટિફાયડ ઓફિસ ને જાણ કરવામાં આવી નથી તેમ જાણવા મળ્યું છે

ત્યારે હાલ તો ઝઘડિયા જીઆઇડીસી ની THARMAX કંપની પોતાના પ્લાન્ટ મા કેમિકલ નો ઉપયોગ જો કરતી હોઈ તો આ બાબતે કંપની દ્વારા નોટિફાઇડ વિસ્તાર કે જવાબદાર લાગતા વળગતા ખાતામાંથી પોતાની પ્રિમાયસીસ માંથી માટી કાઢી અને અન્ય જગ્યા ઉપર લઈ જવા અને કોઈ જગ્યા ઉપર નાખવા માટે ની કોઈપણ જાતની મંજૂરી લીધી છે કે નહીં ? તે તપાસ નો વિષય બન્યો છે..

અને જો લાગતા વળગતા વિભાગ ની મંજૂરી વિના જ પોતાની પ્લાન્ટમાં રહેલી માટીનો ખોદકામ કરીને THERMAX કંપની દ્વારા નોટિફાઇડ વિસ્તારના જંગલ કાપી નાખીને ત્યાં નિકાલ કરવામાં આવી રહ્યો હોઈ તો શુ જવાબદાર તંત્ર અને અધિકારીઓ આ બાબત ને ધ્યાને લઈ THERMAX કંપની સામે પગલા ભરશે ખરા ? અને શું કંપની સંચાલકો આ માટી ના નિકાલ મામલે જાહેરમાં ખુલાસો કરે છે કે નહીં તે જોવુ રહ્યું…

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to