- શાળાઓ,કોલેજો,દવાખાના,સરકારી ઇમારતો,પેટ્રોલપંપ અને ઔધોગિક એકમોની સાથે ગીચ વસ્તીમાં વસવાટ લોકો માટે પાયાની સુવિધાઓ અત્યંત જરૂરી
- અંકલેશ્વરથી લશ્કરોની ટીમ નેત્રંગ સુધી પહોંચે ત્યા સુધી બળીને ખાખ થઈ જાય છે, નેત્રંગમાં પણ તાત્કાલિક ધોરણે ફાયર-બ્રિગેડની સુવિધા આપવાની લોકમાંગ ઉઠી છે.
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે જીનબજાર,
જવાહર બજાર,ગાંધીબજાર અને ચારરસ્તાના વિસ્તારમાં અનાજ-કરીયાણા,કપડા,ઇલેટ્રોનિકસ અને જીવનજરૂરીયાતની તમામ ચીજવસ્તુઓને દુકાનો આવેલી છે,અને સાથે-સાથે ગીચ વસ્તીમાં લોકો વસવાટ કરે છે.જ્યારે તાલુકાભરમાં દિવ્યભવ્ય શાળાઓ,કોલેજો,દવાખાના, સરકારી ઇમારતો,પેટ્રોલપંપની રાત-દિવસ ઔધોગિક એકમોની ધમધમી રહ્યા છે.જેમાં મામુલી આગ વિરાટ સ્વરૂપ ધારણ કરતાં કાળીમજુરી કરીને વસાવેલ ઇમારતો બળી ખાખ થઇ રહી છે.કોઈ અનિવાયૅ કારણસર આગ લાગે છે,ત્યારે લોકો આગ ઉપર કાબુ મેળવવા માટે ફાયર-બ્રિગ્રેડનો સંપકૅ કરે છે.પરંતુ અંકલેશ્વરથી લશ્કરોની ટીમ નેત્રંગ સુધી પહોંચે ત્યાં સુધી ઘણું મોડું થઈ જાય છે.તેવી ભુતકાળના સમયમાં અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે.છતાં સરકારીતંત્રનું પેટનું પાણી હલ્યું નથી,અને અકાળે કોઇ આગ જેવી દુર્ઘટના બને તો,કમનસીબે મોટી જાનહાની અને નુકસાન થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે,નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ જ સરકારીતંત્ર ધ્વારા કરોડો રૂપિયાના ખચૅ દિવ્યભવ્ય તાલુકા સેવાસદન,તા.પંચાયત,સામુહીક આરોગ્ય કેન્દ્ર અને હાલમાં ચાલી રહેલ પોલીસ સ્ટેશનના મકાનનું નિમૉણ કરવામાં આવ્યું હતું.જેથી તાલુકાભરની પ્રજામાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.પરંતુ ગરીબ પ્રજાની સુરક્ષા-વ્યવસ્થા માટે કોઈ નક્કર પગલા ભરવા માએ સરકારીતંત્ર ધ્વારા સતત આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.ગરીબ આદિવાસી પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે,તેવા સંજોગોમાં શોટૅ-સકિૅટના કારણે સમાંયાતરે અનેક આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવતાં ફાયર-બ્રિગેડની સુવિધા આપવાની માંગ ઉઠી છે.
રિપોર્ટર –વિજય વસાવા નેત્રંગ
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો