નેત્રંગ.27-02-2023
ડિસેમ્બર માસનો પગાર પુરતો અપાયો નથી..
ભરૂચ જિલ્લા ના નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ચોથાવગઁ ના આઉટસોર્સિંગ ના કમઁચારીઓ પગાર માટે વલખા મારી રહ્યા હોવાની વિગત સામે આવી રહી છે..
નેત્રંગ ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ નુ તંત્ર હાલની તારીખ મા કોઇ ધણી ધોરી વગર ચાલી રહ્યુ હોઈ તેમ લાગી રહ્યું છે..વર્ષ ૨૦૧૫ થી મુખ્ય અધિક્ષક વગઁ એક ની જગ્યા નવ નવ વર્ષ થી ખાલી પડી છે. જેને લઈ ને હોસ્પિટલ ના સંચાલનથી લઈ ને તમામ પ્રકારની દેખરેખ રાખનાર મુખ્ય જવાબદાર અધિકારી ન હોવાને કારણે લાખો રૂપિયા ના ખર્ચ થી ગરીબ પ્રજાના જન આરોગ્ય ની સુખાકારી માટે બનાવેલ આ હોસ્પિટલ હાલની તારીખ મા ઇન્ચાર્જ ડોક્ટરો થી ચાલી રહી છે. તેવા સંજોગોમા હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા કમઁચારીઓ ની તકલીફો બાબતે કોણ ધ્યાન આપે ?
વાત કરવામાં આવે તો હોસ્પિટલ મા ફરજ બજાવતા ચોથાવગઁ ના આઉટસોર્સિંગ હેઠળ ફરજ બજાવતા કમઁચારીઓ ફેબુઆરી માસ પુરો થવા આવ્યો હોવા છતા છેલ્લા ત્રણ માસ થી પગાર માટે વલખા મારી રહ્યા હોવાની લોક મુખે ચર્ચા ઓ થવા પામી છે…
જેમાં જવાબદાર ઠેકેદાર થકી આ કમઁચારીઓ ને ડિસેમ્બર ૨૦૨૨ ના માસનો પગાર હાલમા કરવામા આવ્યો હતો તેમા પણ કમઁચારીઓએ ડિસેમ્બર માસ મા પુરા દિવસો કામ કરેલ હોવા છતા કમઁચારીઓ ને અડધા પગાર ની ચૂકવણી કરવામા આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે . કોઇક કમઁચારીને ચાર હજાર તો કોઈક કમઁચારીને બે હજાર એ રીતે પગાર આપવામા આવેલ હોવાનું મનાય છે જેને લઈ ને કમઁચારીઓ મા છૂપો રોષ જોવા મળી રહ્યો છે…
ફેબુઆરી માસ પુરો થવા આવ્યો છે માર્ચ માસ ના પ્રથમ સપ્તાહ મા હોળી ધુળેટી ના તહેવારો આવી રહ્યા છે. ત્યારે આ કમઁચારીઓ ને ડિસેમ્બર ૨૦૨૨ ના માસનો પુરેપુરો પગાર સહિત જાન્યુઆરી,ફેબુઆરી ૨૦૨૩ ના બે માસ નો પગાર તાત્કાલિક ચુકવામા આવે તેવી માંગ ઉઠવા પામી છે..ચોથા વગઁ ના આઉટસોર્સિંગ ના કમઁચારીઓ ને પડતી તકલીફો કોઈ પણ અધિકારીઓ ને કરવામાં નથી આવી હોવાનું મનાય છે પરંતું જો આ સત્ય છે તો શુ જીલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી સહિત જવાબદાર અધિકારીઓ આ બાબત ધ્યાન પર લેશે ખરા કે પછી ઠેકેદાર પોતાની મનમાની મુજબ જ કમઁચારીઓ ને પગાર ચૂકવશે કે પછી કર્મચારીઓ આ બાબતે કોઈ રજુઆત કરે છે તે જોવું રહ્યું…
રિપોર્ટર – વિજય વસાવા નેત્રંગ
#DNSNEWS
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.