ત્રણ મહિલાઓ સહિત કુલ 6 વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ..
ઝઘડિયા 08-02-2023
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી ગામે વાડામાં મરઘા ચરાવવાની બાબતે થયેલ ઝઘડામાં એક ઇસમને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અપાતા ગામનીજ ત્રણ મહિલાઓ સહિત કુલ છ વ્યક્તિઓ સામે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા તાલુકાના તવડી ગામે રહેતા પ્રવિણભાઇ છોટુભાઈ વસાવા અને તેમના પરિવારના સભ્યો ગત તા.૪ થીના રોજ ઘરે હાજર હતા,તે દરમિયાન ફળિયામાં રહેતા ભુપેન્દ્રભાઇ જાલમભાઇ વસાવા, મંગીબેન ભુપેન્દ્રભાઇ વસાવા, અન્નુબેન ભુપેન્દ્રભાઇ વસાવા તેમજ જાલમભાઇ પુનિયાભાઇ વસાવા ત્યાં આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.
ભુપેન્દ્રભાઇના હાથમાં ધારીયું હતું અને ભુપેન્દ્રભાઇ કહેવા લાગ્યા હતા કે તમારા મરઘા અમારા વાડામાં કેમ ચરાવો છો? તેમ બોલતા જતા હતા અને તેઓ સાથે આવેલ અન્ય ઇસમોએ તેમના ઘર પર છુટા પથ્થરોનો મારો કર્યો હતો. તે સમયે ભુપેન્દ્રભાઇએ તેના હાથમાંના ધારીયાનો હાથાનો ભાગ પ્રવિણભાઇના બરડા પર મારી દીધો હતો અને ત્યારબાદ તેમણે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એ લોકોના ગયા પછી થોડીવારમાં ભુપેન્દ્રભાઇનો છોકરો કૌશિકભાઇ અને છોકરી કોમલબેન ત્યાં આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. અને કહેતા હતાકે આજેતો તું બચી ગયો છે પણ હવે પછી તને જીવતો નહિ જવા દઇએ. ઇજાગ્રસ્ત પ્રવિણભાઇને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉમલ્લા સરકારી દવાખાને લઇ જવાયા હતા.. જ્યાં તેઓ ની સારવાર કરવામાં આવી હતી..આ બાબતે પ્રવિણભાઇ છોટુભાઈ વસાવા રહે.તવડી તા.ઝઘડિયાનાએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી અપાતા ઉપરોક્ત ગામની જ 6 વ્યક્તિઓ સામે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા
#DNSNEWS
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો