November 22, 2024

ઝગડીયા વન વિભાગ ની લાપરવાહી : મહિલા પર હુમલો કર્યા બાદ દીપડો ગામ સુધી ધસી આવ્યો..

Share to

03-01-23 ઝગડીયા ભરૂચ

વન વિભાગ ની લાપરવાહી માં કોઈ નો જીવ જાય તો તેનું જવાબદાર કોણ…કેટલાય દિવસો સુધી પાંજરા ની જગ્યા એ ના દીપડો ફરક્યો ના તો વનઅધિકારીઓ

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકામાં દીપડાનો આતંક વધ્યો…છેલ્લા 20 દિવસમાં ઝઘડિયા તાલુકાના પાણેથા, વેલુગામ અને કાકલપોર ગામે દીપડાએ ખેતરમાં મજૂરી કામ કરતી મહિલાઓ ઉપર હુમલો કર્યો હોવાના ત્રણ બનાવો બની ચૂક્યા છે, ત્યારે દીપડાના હુમલાથી ત્રાહિમામ લોકો હવે વન વિભાગને દીપડાઓને પકડી લેવા અપીલ કરી રહ્યા છે, ઝઘડિયા તાલુકાના કાકલપોર ગામે ગત તારીખ 16-12- 2022 ના રોજ હંસાબેન વિક્રમભાઈ પરમાર નામની મહિલા ખેતરમાં મજુરી કામ કરવા ગયા હતા તે સમયે દીપડાએ મહિલા પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા હતા. હંસાબેને બુમા બુમ કરતા લોકોએ દીપડાનો સામનો કરી મહિલાને બચાવી હતી , કાકલપોર ગામના લોકો દ્વારા વન વિભાગને જાણ કરતા દીપડાને પકડવા ગામમાં બે પાંજરા મુક્યા તો ખરા પરંતુ “પાંજરા ઓ પાસે ના તો દીપડો ફરક્યો ના તો ઝગડીયા વિભાગ વન અધિકારીઓ “બીજી તરફ વન વિભાગ દ્વારા દીપડા ને લલચાવી પાંજરમાં પુરવા માટે જે માંરણ મૂકવામાં આવે છે તે અધિકારીઓ ગ્રામજનો ને લઇ આવી પાંજરામાં મુકવા કેહતા લોકો એ વનવિભાગ સામે આક્રોશ ઠાલવ્યો હતો…

ત્યારે ગત તારીખ 1-1-2023 ના રોજ દીપડો ફરી એકવાર કાકલપોર ગામના પરમાર ફળિયામાં લોકોના ઘરના વાડા સુધી આવી જતા લોકો ભયભીત બની ગયા હતા અને ઘરના બારણાં બંધ કરી દીધા હતા અને વન વિભાગને આ દીપડો પકડવા માટે જાણ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગ દ્વારા કોઈપણ જાત ની કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, કાકલપોર ગામનાલોકો વનવિભાગની કામગીરી થી નારાજ થયા છે અને મીડિયાના માધ્યમથી ઝઘડિયા વન વિભાગને કાર્યવાહી કરવા કહેવામાં આવ્યું છે ,અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકામાં દીપડાના હુમલાથી હાલ લોકો પણ ખેતરમાં કામ કરવા જતા ભય અનુભવી રહ્યા છે, તો હવે તંત્ર દ્વારા લોકોને આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે…

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

#DNSNEWS


Share to