November 21, 2024

વીજ સલામતીના સાધનોનો ઉપયોગ કરવા DGVCL રાજપારડી કચેરી દ્વારા રેલીનુ આયોજન કરાયું

Share to

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા

એમ.સી.બી.,ઇ.એલ.સી.બી.,આર.સી.સી.બી.,ગોઠવી વીજ અકસ્માતોથી બચવા લોકોને જાગૃત કરાયા

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે આઝાદીના અમૃત મહોત્સવ અને વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત DGVCL વર્તુળ કચેરી ભરૂચના માર્ગદર્શન હેઠળ DGVCL રાજપારડી કચેરીના કર્મચારીઓ દ્વારા વિજ સલામતીના સાધનો વાપરવા લોકોને જાગૃત કરવાના હેતુસર ગામમાં રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતુ.રાજપારડી કચેરીના ડી.ઇ.એ.વી.પાઠકે આયોજિત રેલી દરમિયાન લોકોને જાગૃત કરતા જણાવ્યું હતુ કે અમુક વખત વીજ અકસ્માતો સર્જાતા લોકોને ગંભીર ઇજાઓ પહોચતી હોઇછે અને અમુક કિસ્સાઓમાં જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોઇ છે

આવા અકસ્માતોના બનાવો ઘટાડવા લોકો પોતપોતાના નિવાસ્થાનો,ફેક્ટરી,દુકાનો,શોપિંગ કોમ્પલેક્ષ ખાતે એમ.સી.બી.,ઇ.એલ.સી.બી.,આર.સી.સી.બી.,વિગેરે વીજ સલામતીના સાધનો ગોઠવી વીજ અકસ્માતો નિવારી શકાયછે તદઉપરાંત લોકો પાણીવારા અથવા ભીના હાથે સ્વીચોનો ઉપયોગ કરવાનુ ટાળે,વિજ ટ્રાન્સફોર્મરથી દુર રહેવુ,જીવતા વીજતારોનો સંપર્ક નહિ કરવો,લોખંડના વીજપોલથી દુરી બનાવી રાખવી,વધારે ઉંચાઇ ધરાવતા અને વધુ ઉંચાઇ વારી મશીનરીઓ લોડ કરી જાહેર માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પોતે લોખંડની પાઇપ વડે વીજતારો ઉંચા નહિ કરે જો આવી પરિસ્થિતિ આવેતો નજીકની કચેરીનો સંપર્ક કરવો જોઇએ વિગેરે બાબતો જણાવી લોકોને જાગૃત કર્યા હતા આ રેલીમાં રાજપારડી DGVCL કચેરીના જે.ઇ.કે.એમ.પટેલ,એસ.આર.પટેલ,તેમજ ટેકનિકલ સ્ટાફ સહિતના તમામ કર્મચારીઓ જોડાયા હતા….

#DNSNEWS


Share to

You may have missed