November 21, 2024

સરકારના પરિપત્રનું ઉલ્લંઘન વિષે પ્રસિધ્ધ થયેલા એ અખબારી અહેવાલ અંગે જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીની જરૂરી સ્પષ્ટતા

Share to



રાજપીપલા,ગુરૂવાર:- નર્મદા જિલ્લાના પાણી પુરવઠા વિભાગ દ્વારા સરકારના પરિપત્રના ઉલ્લંઘન વિષે તાજેતરમાં કેટલાંક વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ થયેલા અખબારી અહેવાલ અંગે નર્મદા જિલ્લાના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી તરફથી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, જીતનગર-સુંદરપુરા જુથ પાણી પુરવઠા યોજનાની કામગીરી માહે. જાન્યુઆરી-૨૦૧૭ થી પૂર્ણ કરી સુચારૂ રૂપે યોજનાનો પાણી પુરવઠો વિતરણમાં છે. યોજનાની કામગીરીમાં ૩.૫૨ એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ ઈજારદાર ક્રિષ્ના કન્સ્ટ્રક્શન, મહેસાણા ધ્વારા બનાવવામાં આવેલ છે તથા ફિલ્ટર પલાન્ટના ભાગ રૂપે ક્લોરીનેશન સિસ્ટમનો સમાવેશ થતો હોય, ઈજારદાર દ્વારા નિયમિત ક્લોરીનેશન કરી પાણી પુરવઠો વિતરણ કરવામાં આવી રહેલ છે. તદ્દઉપરાંત યોજના અંતર્ગતની તમામ ક્લોરીનેશન સિસ્ટમ રૂટિન મેઈનટેનન્સના દિવસોને બાદ કરતા કાર્યરત ઉપયોગમાં છે આમ, યોજના મારફત ગ્રામજનોને આરોગ્યપ્રદ પાણી પુરવઠો મળી રહેલ છે.

જીતનગર-સુંદરપુરા જૂથ યોજનાની કામગીરી ક્રિષ્ના કન્સ્ટ્રક્શન, મહેસાણા દ્વારા કરવામાં આવેલ છે તથા તેઓના કરાર અંતર્ગત યોજનાની કામગીરી પૂર્ણ થયા બાદ પાંચ વર્ષ મરામત અને નિભાવણીની કામગીરી ધ્વારા આરોગ્યપ્રદ પીવાનું પાણી ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવાની જોગવાઈઓ છે એટલે કે કોઈ મળતિયાઓને કામગીરી આપવામાં આવેલ ન હોય તેથી ઉક્ત આક્ષેપની વિગતો ખોટી, પાયા વિહોણી તથા સત્યથી વેગળી હોવાનું જાહેર આરોગ્ય બાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી તરફથી જણાવાયું છે.


Share to

You may have missed