November 21, 2024

નેત્રંગ પંથકમાં જયા પાર્વતી અને ગૌરીવ્રતનો રંગેચંગે પ્રારંભ.

Share to


તા.૨૧-૭-૨૦૨૧ નેત્રંગ,

*આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાને મનગમતા માણીગરની પ્રાપ્તિ થાય છે. તો સૌભાગ્યવંતી નારીઓને અખંડ સૌભાગ્યના આશીર્વાદ તેમજ સ્વસ્થ સંતતિનું સુખ પ્રાપ્ત થાય છે.


ગૌરીવ્રતનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. હાલ રોજેરોજ મહાદેવના મંદિરે પૂજા – અર્ચના માટે વહેલી સવારથી જ મંદિરોમાં કુવારીકાઓએ સોશ્યલ ડિસ્ટન્સ સાથે પુંજા અર્ચના માટે આવી પોહંચે છે. ત્યારે બીજી તરફ કન્યાઓને હરવા ફરવા માટે મળતા પાંચ દિવસમાં કન્યાઓ જાય છે તેવા સમયે મેઘરાજા તેમજ કોરોના વિલનની ભૂમિકા નિભાવતા હોવાથી કન્યાઓમાં નિરાશા જોવા મળી છે.

હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં વ્રત-જપ, તપનો અનેરો મહિમા રહેલો છે. ભાવિ ભરથાર નીતિવાન, ઉત્તમ સંસ્કારી અને ભગવાન ભોળાનાથ જેવો મળે તેવી મનોકામના સાથે બહેનો દ્વારા જયા પાર્વતી વ્રત કરવામાં આવે છે. જયા પાર્વતીનું વ્રત અષાડ સુદ તેરસથી અષાડ સુદ બીજ સુધી કરવામાં આવતું હોય છે.

કન્યાઓ તેમજ બહેનો સોળે સજી-ધજીને શિવાલયોમાં જઈ શંકર અને પાર્વતીજીનું પૂજન-અર્ચન કરી જયા પાર્વતી વ્રત ધારણ કરશે. ત્યારબાદ પાંચ દિવસ સુધી ભગવાન શિવજી અને પાર્વતીજીના શ્રધ્ધાથી ગુણગાન ગાઈ વ્રતના ઉપવાસ-એકટાંણા કરવામાં આવશે. અંતિમ દિવસે કન્યાઓ બહેનો આખી રાતનું જાગણરણ કરી વ્રતની પુર્ણાહૂતિ કરશે.

ગૌરીવ્રતનો ધામધૂમથી ઉત્સાહભેર પ્રારંભ મંગળવારથી થયો છે. મનગમતો માણીગર મેળવવાના સપના સાથે વ્રતનો પ્રારંભ કરે છે.મહાદેવને મનાવવા માટે કન્યાઓ વહેલી સવારથી જ મદિરોમાં કોરોના મહામારી ને કારણે સોશ્યલ ડિસ્ટન્સ સાથે પૂજા – અર્ચના કરવા માંટે આવતી હોય છે.

નેત્રંગ ગામના જીનબજાર વિસ્તારમાં આવેલા કંકેશ્વર મહાદેવ મંદિરે, જુના નેત્રંગ વિસ્તારમાં રેલ્વેબ્રિજ પાસે આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિર તેમજ ગાંધીબજાર ખાતે આવેલ અમરેશ્વ મહાદેવ મંદિર ખાતે કન્યાઓ પુંજા અર્ચના કરવા માટે આવતી હોય છે.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed