November 21, 2024

તહેવારોને અનુલક્ષીને સુરત પોલીસ કમિશનરે કમિશનરેટ વિસ્તારમાં પ્રતિબંધો ફરમાવ્યા

Share to


સુરત:મંગળવાર: કોઇ પણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવાના કારણે સુલેહ શાંતિનો ભંગ થવાની સંભાવના રહેતી હોવાથી અને તા.૨૧ જુલાઈનાં રોજ બકરી ઇદ તહેવાર નિમિત્તે સુરત પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તા.૨૦/૦૭/૨૦૨૧ ના રાત્રિના ૧૨:૦૦ વાગ્યાથી તા.૨૫/૦૭/૨૦૨૧ ના રાત્રિના ૧૨:૦૦ વાગ્યા સુધી નીચે જણાવેલ જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે. (૧) કોઇપણ વ્યક્તિએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વિગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહી તેમજ કોઇપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા નહીં. (ર) બકરી દઇ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરના માંસ,હાડકા અને અવશેષો જાહેરમાં ફેકવા નહી. (૩) કોવિડ-૧૯ ની મહામારીમાં તમામ જેથી વ્યકિતઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. (૪) જાહેર જગ્યાએ કોઇપણ વ્યકિતએ થુંકવું નહિ. (૫) ભારત સરકાર તથા ગુજરાત સરકારના કોવિડ-૧૯ ને અટકાવવા માટેના વખતો વખતના હુકમોથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓનો તમામે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે


Share to

You may have missed